- પ્રેમ, ઈશ્ક અને મહોબ્બત... એ બધું સ્ટોક માર્કેટ જેવું છે,
એમાં તો એવું છે ને કે.... ફાવી ગયા તો હર્ષદ મહેતા... નહિંતર નરસિંહ મહેતા.... - શિક્ષક - જરા વિચારો બાળકો, ચિનના અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી, તો આપણે શાના માટે પૈસા બચાવવા મથવું જોઇએ?
બાળકો (હર્ષનાદ સાથે) - ચિન જવા માટે... - ટીચરઃ ટેરરીસ્ટ એટલે શું?
બાપુઃ ટેરરીસ્ટ એવા પ્રવાસી છે જે બીજા દેશમાંથી આપણા દેશમાં દિવાળી ઉજવવા આવે છે... - લેટેસ્ટ ગુજરાતી શાયરી
હૈયામાં ગમ રાખું છું,
દિલમાં તારૂં નામ રાખું છું,
તારી યાદમાં દુખે છે મારૂં માથું,
ત્યારે તું કહીશ મા ઝંડુ-બામ રાખું છું.. - ચોર પકડવાનું મશિન સોધાયું.
અમેરિકામાં એક દિવસમાં ૧૫ ચોર પકડાયા
રશિયામાં ૨૦
ચિનમાં ૩૦
ભારતમાં એક કલાકમાં તો મશિન જ ચોરાઈ ગયું... - કોઇકે કાકાને પૂછ્યું, તમે આવતા જન્મે શું બનવા માંગો છો?
કાકા - વાંદો
કેમ?
કાકાએ ખાનગી માહિતી આપી, કારણકે તારા કાકી ફક્ત વાંદાથી જ ડરે છે.. - ચિત્રગુપ્તઃ આપણો ટારગેટ પુરો કેમ થતો નથી?
યમરાજઃ ટારગેટ ક્યાંથી પુરો થાય.. મારો પાડો પહોંચે એ પહેલાં નરેન્દ્ર મોદીની ૧૦૮ પહોંચી જાય છે... - બાપુ બિલ ગેટ્સને - તમે યાર માણસ વિચિત્ર છો.
ગેટ્સ - કેમ?
બાપુ - તમે અટક દરવાજા (GATES) ની રાખો છો અને ધંધો બારીઓ (WINDOWS) નો કરો છો.! - એક ભાઈએ બાપુને તેમની ઉંમર પુછી તો બાપુએ પોતાની ઉંમર ૩૦ વર્ષ કહી...
પેલો ભાઈ આશ્ચર્ય સાથે - પાંચ વર્ષ પહેલા મેં તમારી ઉંમર પુછી તો તમે મને એ વખતે પણ ૩૦ વર્ષ કહી હતી અને આજે પણ એટલી જ કહો છો?
બાપુ - એમે બાપુ છીએ એક વાર બોલીએ પછી ફરી ના જઈએ..
ગુજજુસ્ટફ એ આપણા દરેકના જીવનમાં આવતા સારા-નરસા, સુખ-દુઃખ, શુભ-અશુભ, વેદના-સંવેદના ભર્યા, વગેરે જેવા પ્રસંગોને ટૂંકી વાર્તાઓ કે કવિતાઓ, ગઝલો કે અન્ય સ્વરૂપમાં રજુ કરતું બ્લોગ છે. આ બ્લોગમાં રજૂ થયેલ દરેક કૃતિઓ તેના લેખકોનું કાલ્પનીક અને મૈલિક લખાણ છે, તેના માટે આ સાઈટના ધારક કોઈ પણ રીતે જવાબદાર નથી. અહીં રજૂ થયેલ કૃતિ સંપૂર્ણ કાલ્પનીક અને મૌલિકતા પૂર્વક રચાવામાં આવેલ છે, તેમ છતાં જો તે બીજી કોઈ કૃતિ કે ઘટના સાથે સમાનતા ધરાવતી હોય તો તે માત્ર એક સંયોગ છે તેમ માનવામાં આવશે.
Wednesday, September 16, 2009
આંખ આપો તો ટૂચકા વંચાવું
Labels:
Gujarati Jokes,
ગુજરાતી જોક્સ
Subscribe to:
Post Comments (Atom)
GAZABB HO, BAPU....
ReplyDeleteસારું લાગ્યું.
ReplyDeleteબ્લોગનો લે આઉટ બદલસો તો વધુ જામશે.
Rakesh Patel
gitansh2007@gmail.com