ઘડિયાળના કાંટા તેમની નિયમીત ટક ટક કરી રહ્યા હતા અને આ ફરતા કાંટાઓની સાથે તમે સ્મિતા શુક્લ આજે કંઈક વધુ ચીવટ અને ઝડપથી તમારૂં કામ કરી રહ્યા હતા. તમારા પ્રેમાળ, સ્માર્ટ અને હેન્ડસમ પતિ તેજસ શુક્લએ આજે સવારે જ ઓફિસ જતાં પહેલા જણાવ્યું હતું કે સાંજે તેમની સાથે તેમના નવા બોસ સમીર બક્ષી ડિનર પર ઘરે આવવાના છે.
પવનની હળવી લહેરખીની જેમ સરકી જતા સમયે સાત વાગ્યાનો સમય ઘડિયાળમાં દર્શાવ્યો અને લગભગ એ સાથે જ તમારા બંગલાની પોર્ચમાં ગાડી આવીને ઊભી રહી. એના પરિચિત અવાજ પરથી તમે જાણ્યું કે તમારા પતિ તેજસ આવી ચુક્યા છે અને તમે તેમને આવકારવા મેઈન-ડોર સુધી ગયા. તેજસે તમને તેની સાથે આવેલ તેના બોસ સમીર બક્ષીનો પરિચય કરાવ્યો અને જ્યાં તમારી અને સમીર બક્ષીની નજર એક થઈ ત્યાં તમે એક આંચકો અનુભવી ગયા. પણ પછી તરત જ સ્વસ્થતા કેળવી સસ્મિત ભારતીય પરંપરા મુજબ તમે સમીર બક્ષીને આવકાર્યા અને પછી ડિનરની તૈયારી હેતુ રસોડામાં ગયા અને સાથે સાથે તમારા કોલેજના ભૂતકાળમાં પણ...
શહેરના શ્રીમંત પરિવારોમાંના એક કૃષ્ણકાંત દિવાનના વ્હાલસોયા દીકરી સ્મિતા દિવાન તમે કોલેજમાં આવવા-જવા માટે ગાડીની સગવડ ભોગવતા હતા. ત્યારે તમે ભણવામાં બેહદ હોંશિયાર અને આખી કોલેજમાં ફર્સ્ટ આવતા નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારના સામાન્ય દેખાવ ધરાવતા અને બસમાં આવતા જતા તમારા સહાધ્યાયી સમીર તરફ આકર્ષાયા હતા.

તમારૂં એ આકર્ષણ પરિચય અને પ્રણયમાં પરિણમ્યું. પરંતુ તમારા અને સમીર વચ્ચેની આભ-જમીન જેવી આર્થિક અસમાનતાના કારણે તમારો પ્રણય પરિણય સુધી નહિં પહોંચે તેવી ખાત્રી થતાં જ તમે તે સંબંધને પૂર્ણવિરામ આપ્યો અને તમને બરાબર યાદ છે સમીરે તમારા સાથેની છેલ્લી મુલાકાતમાં તમારો નિર્ણય જાણ્યા પછી કહ્યું હતું
"સમીર છું ને સમીરની જેમ ચાલ્યો જઈશ,
યાદોમાં સાથે કેદ તને કરીને જઈશ."
એ પછી તમે એક મલ્ટી-નેશનલ કંપનીની ગુજરાત ઓફિસના એકાઉન્ટ મેનેજર તેજસ શુક્લ સાથે લગ્ન કરી સ્મિતા દિવાનમાંથી સ્મિતા તેજસ શુક્લ બન્યા. તેજસનો અવાજ સાંભળતાજ તમે ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યા અને ડ્રોઈંગરૂમમાં વાતોમાંથી પરવારી ડિનર ટેબલ પર ગોઠવાયેલા તમારા પતિ અને તેના બોસ સમીરને ડિનર સર્વ કરવા લાગ્યા; ત્યારે તેજસે સમીરનો વધુ પરિચય કરાવતાં જણાવ્યું કે સમીર બક્ષીએ સી.એ. અને એમ.બી.એ.ની ડિગ્રી હાંસલ કરેલી છે અને તેઓ આખા વેસ્ટ ઝોનના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના જનરલ મેનેજર છે. ડિનર દરમ્યાન જ્યારે તેજસે સમીરને તેમના અનમેરીડ હોવાનું કારણ પુછયું તો નિખાલસતાથી સમીરે એક નજર તમારી સામે કરી જણવ્યું કે, "કોલેજમાં એક શ્રીમંત છોકરી સાથે પ્રણય હતો, પણ આર્થિક પરિસ્થિતીએ પ્રણયને પરિણયનું પરિણામ ન આપ્યું અને મેં એ પ્રણયની યાદમાં પરિણય વગર જીવવાનું નક્કી કર્યું." ત્યારે સ્મિતા તમને જાણે એક ક્ષણ ઠંડી કંપારી આવી ગઈ.
વિદાય સમયે તેજસે તેના બોસને તેઓ જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે હોટલના બદલે પોતાના જ ઘરે ઉતરવાનું આમંત્રણ આપ્યું, ત્યારે ઓફિસી સ્માઈલ સાથે તેના બોસે આમંત્રણનો અસ્વીકાર કરી ફરી ક્યારેય તેના ઘરે નહિં આવે તેવું જણવ્યું અને આજના ડિનર માટે થેંક્સની સાથે કહ્યું
"સમીર છું ને સમીરની જેમ ચાલ્યો જઈશ,
યાદોમાં સાથે કેદ તને કરીને જઈશ."
હા, સ્મિતા દિવાન, તેજસ શુક્લના સમીર સર એ જ કોલેજકાળનો તમારો પ્રેમ, સમીર હતો.
લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ
wah
ReplyDelete