Monday, May 17, 2010

ગુજરાતી શેર-શાયરી


  • પ્રિતને મારી દિલમાં જ રાખું છું,
    આંસુને નયનથી દુર રાખું છું,
    બેવફા આ જગમાં વફાદારી રાખું છું,
    મને ભુલી જનારાને પણ હું હંમેશા યાદ રાખું છું.



  • ઓરડામાં એક ચિત્ર હોય તો પુરતું છે,
    જીવનમાં એક મસ્ત મિત્ર હોય તો પુરતું છે,
    મિલાવેલો હાથ ભલે હોય સાવ મેલો,
    દિલથી પ્રેમ પવિત્ર હોય તો પુરતું છે.



  • ઈર્ષા થઈ હતી મને મારા જન્મ સમયે,
    રડતો હતો હું ને હસતી હતી દુનિયા,
    બદલો લઈશ ચોક્કસ મારા મૃત્યુ સમયે,
    હસતો જઈશ હું ને રડતી હશે દુનિયા.



  • સમજાતું નથી એજ કે શું ગમે છે,
    ખુશી ગમે છે કે ગમ ગમે છે,
    પણ એક વાત તો ચોક્કસ છે દોસ્ત,
    કે તારા સાથની હર એક પળ મને ગમે છે.



  • સાગરને કિનારે બેસી કોઈ રડતું હશે,
    તમને યાદ કરીને કોઈ હસતું હશે,
    જરા તમારા દિલ પર હાથ રાખી વિચારી તો જુઓ,
    તમારા માટે પણ કોઈ જીંદગી જીવતું હશે.



  • હંમેશા મજાકમાં થોડી સચ્ચાઈ હોય છે,
    ખાલી ખાલી પુછવામાં પણ જાણવાની ઈચ્છા હોય છે,
    બેખબરને પણ થોડી ખબર હોય છે,
    ને 'I don't care' માં પણ થોડી CARE હોય છેૈ.



  • વહેલી સવારની ગુલાબી ઠંડીમાં ફુલોની રંગોળી સુશોભીત થઈ,
    ઉઘાડી આંખો ને યાદ કર્યા તમને તો દિવસની શરૂઆત અલૌકિક થઈ.



  • સંબંધની ધરતી પર જ્યારે વિશ્વાસ વરસે છે,
    ત્યારે જ એમાંથી સ્નેહની સોડમ પ્રસરે છે,
    અપેક્ષાની આગ જ્યાં વધારે હોય છે,
    એ વ્યક્તિ પ્રેમના વરસાદ માટે તરસે છે.



  • જીંદગી મળવી એ નસીબની વાૉત છે,
    મૃત્યુ મળવું એ સમયની વાત છે,
    પણ મૃત્યુ પછી પણ કોઈના હદયમાં જીવતા રહેવું,
    એ જીંદગીમાં કરેલા કર્મોની વાત છે.



  • સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
    નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,
    ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
    એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.