Thursday, September 30, 2010

Gujarati Sher-Shayri - Post 4


    આ પોસ્ટનું અંગ્રેજી વર્ઝન



  • છે સુખ છતાં મન કેમ ઉદાસ છે,
  • જેમ વહે છે નદી એમ જીંદગી જાય છે,
    ખબર છે કે નથી અટકતી કોઈના વગર આ દુનિયા,
    છતાં કોઈની યાદોથી આંખો કેમ છલકાય છે...?




  • પહેલા વરસાદની કોમલ બુંદ મોકલું છું,
  • ભીની માટીની સુગંધ મોકલું છું,
    લીલાછમ્મ છે વૃક્ષોના પર્ણો,
    અંતરથી ખોબો ભરી યાદ મોકલું છું.




  • અમે જિંદગીને સવારીને બેઠા,
  • તમે આવશો એવું ધારીને બેઠા,
    ફક્ત તમારા એક દિલને જીતવા, 
    અમે આખો સંસાર હારીને બેઠા.




  • નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,
  • ફરી આ જીવન ધરતી પર મળે ના મળે,
    કરું છું યાદ દિલથી તમને આજે,
    કદાચ મારું દિલ કાલે ધબકતું મળે ના મળે.




  • પોતાની હસ્તી બેફીકર હોવી જોઈએ,
  • દુનિયાની નજર તમારી ઉપર હોવી જોઈએ,
    કામ એવા કરો જીવનમાં કે ભગવાન પણ કહે,
    એમની જગ્યા તો મારી બાજુમાં જ હોવી જોઈએ.




  • પ્રેમ શું છે એ ના પૂછો તો સારું,
  • સાચવો તો અમૃત છે,
    પીવો તો ઝેર છે,
    હર રાતે એક મીઠો ઉજાગરો છે,
    આંખ અને નિંદરને સામ-સામે વેર છે,
    આનું નામ જ પ્રેમ છે.




  • જોડે ચાલવું એ શરૂઆત છે,
  • જોડે રહેવું એ પ્રગતિ છે,
    જોડે જીવવું એ જીંદગી છે,
    જોડે મરવું એ નસીબ છે,
    પણ અલગ રહીને પણ જોડે રહેવું એ દોસ્તી છે.




  • દરિયો જેમ સુનો છે મોજા વગર,
  • પ્રેમમાં મજા ના આવે સજા વગર,
    દવાની કોઈ કિંમત નથી ઈજા વગર,
    એટલે તો આજ સુધી કોઈ જીવ્યું નથી એક-બીજા વગર.




  • ના જીવેલા પળ પણ ક્યારેક જીવન બની જાય છે,
  • આંખના ઉજાસ પણ ક્યારેક અંધારા બની જાય છે,
    પ્રેમ કરો તો દોસ્તો સાચવજો,
    ક્યારેક વધારે પડતો પ્રેમ પણ દર્દનું કારણ બની જાય છે.




  • જીવન મળ્યું છે, જીવી લેજો,
  • આંખ મળી છે, દુનિયા જોઈ લેજો,
    મુસીબતમાં હોવ ત્યારે, અમને કહી દેજો,
    જાન પણ હાજર છે, ક્યારેક માંગી લેજો.

No comments:

Post a Comment