- એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખુબ સીધી વાત છે પણ હું સહી શકતો નથી,
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું જા, તારા વગર હું રહી શકતો નથી.
- કોઈ જિંદગીની તસ્વીર બની જાય છે,
અને કોઈથી જિંદગીની તસ્વીર બદલાઈ જાય છે,
કોઈને મેળવીને ખોશો નહિ,
કેમ કે એક જુદાઈથી ઝીંદગી વિખેરાઈ જાય છે.
- પ્રેમની કોઈ દિવસ કિંમત થાય નહીં,
નજીક કે દૂરથી સમજાય નહીં,
સ્નેહના દરિયામાં ડૂબો તો ખબર પડે,
એમ કિનારે રહી હૈયું ભીંજાય નહીં.
- હર શ્વાસમાં તારી યાદ મુકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મુકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મુકું છું.
- ના જીવેલા પલ પણ ક્યારેક જીવન બની જાય છે,
આંખના ઉજાશ પણ ક્યાંક અંધારા બની જાય છે,
પ્રેમ કરો તો એટલું સાચવજો,
વધારે પડતો પ્રેમ પણ ક્યારેક દર્દનું કારણ બની જાય છે.
- નયનમાં વસ્યા છે જરા યાદ કરજો,
કદી કામ પડે તો યાદ કરજો,
મને તો પડી છે આદત તમને યાદ કરવાની,
જો હિચકી આવે તો માફ કરજો.
- તમારો પ્રેમ જ મારું બેંક બેલન્સ છે,
તમારી યાદો જ મારું એટીએમ છે,
વિશ્વાસનો ડી.ડી. જમા કરાવીને મેળવી છે દોસ્તી તમારી,
મને દોસ્તીના ક્રેડીટ કાર્ડ પર પૂરો ભરોસો છે.
- એક સ્મિત
જે હસાવી દે
એક અશ્રુ
જે રોવડાવી દે
એક ઈચ્છા
જગાવી દે
એક પ્રીત
જે સમઝી લે
દરેક વાત
જે જાણી લે
એનું જ નામ છે
"..મિત્રતા.."
- પ્યારની કિંમત કદી પૈસાથી ના આપતા,
વિશ્વાસ આપીને દગો ના આપતા,
જીવ જોયતો હોય તો મોઢે માંગી લેજો,
પણ અમૃત કહી ઝહેર ના આપતા.
- વખત વેદનાનો બહુ વસમો હોય છે,
એને સમજવો બહુ મુશ્કેલ હોય છે,
છોડી દે જયારે જગત આખું તમને,
ત્યારે પોતાનું એક અંગત તમારા માટે બહુ કિંમતી હોય છે.
TEXT OF THE ABOVE POST IN ENGLISH
- Ek sachhai chhe jene hu sahi shakto nathi,
Khub sidhi vaat chhe pan hu sahi shakto nathi,
Ne em pan hu bhogvu chhu maun rahevani saja,
To le kahu ja, tara vagar hu rahi shakto nathi.
- Koi zindgini tasvir bani jay 6,
Ane koi thi zindgini tasvir Badli jay 6,
Koi ne medvi ne khoso nahi,
Kem k 1 judai thi zindgi vikherai jay 6.
- Prem Ni Koi Divas Kimat Thaay Nahi,
Nazik Ke Door Thi Samjaay Nahi,
Sneh Na Dariya Ma Dubo To Khabar Pade,
Em Kinaare Rahi Haiyu Bhinjaay nahi.
- Har shwas ma tari yaad muku chhu,
Marathi vadhu vishwas tara ma muku chhu,
Sachavje mara aa vishwas ne jatan thi,
Mara shwas ne tara vishwas ma muku chhu.
- Na jivela pal pan kyarek jivan bani jay 6e,
Ankh na ujash pn kyak andhara bni jay 6e,
Prem kro to etlu sachvjo,
Vadhare padto prem pan kyarek dard nu karan bani jay 6e.
- Nayan ma vasya che jara yaad karjo,
Kadi kaam pade to yaad karjo,
Mane to padi che aadat tamne yaad karwani,
Jo hichki ave to maf karjo.
- Tamaro prem j maru Bank Balance chhe,
Tamari yado j maru ATM chhe,
Vishwas no D.D. jama karavine melvi chhe dosti tamari,
Mane dosti na Credit Card par puro bharoso chhe.
- Ek smit
je hasaavi de
Ek ashru
je rovdavi de
Ek ich6a
jagavi de
Ek preet
je samajhi le
Darek vaat
je jaani le
Enu j naam 6e
"..MITRATA.."
- Pyar Ni kimmat kadi Paisa Thi Na Aapta..
Vishvas Aapi Ne Dago Na Aapta..
Jiv Joito Hoy To Modhe Mangi Lejo..
Pan Amrut kahi zaher Na Aapta..
- Vakhat vedna no bahu vasmo hoy 6,
Ene samajvo bahu muskel hoy 6,
6odi de jyare jagat akhu tamne,
Tyare potanu ek Angat tamara mate bau kimti hoy 6.
No comments:
Post a Comment