દર-બદર ભટકતા રહ્યા,
કંકર-શંકર પૂજતા રહ્યા અમે,
પામવાને દયા દેવની,
માં-બાપને ભૂલી પથ્થર પૂજતા રહ્યા.
મંદિરમાં માં ની ચુંદડી બદલતા રહ્યા,
દરેક વારે તહેવારે અમે,
જનમ આપનારીની સાડી માટે,
વાયદા ઉપર વાયદા કરતા રહ્યા.
દૂધ-જળ મહાદેવને ચડાવતા રહ્યા,
તલ-બિલીનો અભિષેક કરતા રહ્યા અમે,
વાટકી દૂધ ન આપ્યું પિતાને,
દવાના હિસાબો કરતા રહ્યા.
શીદને દયા કરીને દેવ પૂરે,
શેર માટીની ખોટ અમારી?
માં-બાપના દિલ દુઃખાવી,
પથ્થર પાસે "આશિષ" માંગતા રહ્યા.
આશિષ એ. મહેતા
દયા દેવની by આશિષ એ. મહેતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.

No comments:
Post a Comment