છેલ્લા ઘણા વરસોના અવિરત, અતૂટ નિયમ મુજબ આજે પણ સવારના ચાર વાગે સ્વામી આનંદ તમારી આંખ ખુલી ગઈ. પાછલી આખી રાત અજંપાભરી રહી હોવાના કારણે આજે તમે સહજ તાજગીનો અનુભવ નહતા કરી શકતા. પરંતુ, નિત્ય નિયમ મુજબ પથારીનો ત્યાગ કરીને તમારી કુટિરની બહાર નીકળી દેવાધિદેવ મહાદેવના દુરથી દર્શન કરીને મંદિર, તમારી કુટીર તથા આશ્રમની પાછળ આવેલ કુવામાંથી પાણી ખેંચી અને તમે સ્નાનાદિ નિત્યકર્મ પરવારીને તૈયાર થઇ નિત્ય નિયમ પ્રમાણે યોગ અને ધ્યાનની પ્રક્રિયામાં જોડાયા. પરંતુ, આજે તમારૂ અંતરમન ભગવાનના નિરાકાર સ્વરૂપ સાથે એકરૂપ થવાના બદલે સતત વિચારોમાં ભટકતું હતું અને આજે મનને એકત્રિત કરવામાં તમને તકલીફ પડી રહી હતી.
અને અચાનક આજે તમને ખુદને પણ ખબર ન પડી અને તમારા માનસપટ ઉપર ગોસ્વામી આનંદથી સ્વામી આનંદ સુધીની સફર ઊજાગર થઇ. પચ્ચીસ વર્ષની નવયુવાન વયે એમ.એસ.સી. બોટનીમાં ગોલ્ડ મેડલ મેળવીને તમે ગોસ્વામી આનંદ એક મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સારા પગારની નોકરી પર લાગ્યા હતા અને મધ્યમવર્ગીય પરિવારના મા-બાપના એકના એક સંતાનની આવી સરસ પ્રગતિ જોઈ મા-બાપની આંખોમાં હર્ષાશ્રુ આવતા હતા અને ભગવાન પ્રત્યેનો અહોભાવ પ્રગટતો હતો. ત્રણ વ્યક્તિઓનો તમારો પરિવાર સુખમય જીવન પસાર કરતો હતો. સમય સમયનું કામ કરતો હતો અને નોકરી લાગ્યાના ત્રણેક વર્ષ બાદ તમારા પર કિસ્મતે ફરી મહેર કરી અને નોકરીમાં પ્રમોશન મળ્યું અને તમે અમદાવાદના સારા કહી શકાય એવા વિસ્તારમાં નાનકડા એક મકાનને ઘર બનાવવાના શમણા સાથે લોનથી ખરીદી લીધું અને એ જ વર્ષે તમારી જ જ્ઞાતિની છોકરી શિવાની સાથે તમે ગૃહસ્થજીવનમાં જોડાયા. જીવનચક્ર કોઈ પણ પ્રકારના અવરોધ વગર ચાલતું હતું અને અચાનક એક દિવસ જાણે કોઈની નજર લાગી ગઈ હોય એમ એક ઘટના બની અને તમારી જીવન નૌકા અસ્તવ્યસ્ત થઇ ગઈ. એક સવારે તમારા માતા-પિતા માટે નહાવાનું ગરમ પાણી મુકતા અકસ્માતે ગેસ સીલીન્ડર ફાટ્યો અને એ ગોઝારી ઘટનામાં તમારી પ્રેમાળ પત્ની નેવું ટકા દાઝી ગઈ. તમે તાત્કાલિક તમારી પત્નીને નજીકની સારી હોસ્પિટલમાં દાખલ કરી અને ડોક્ટરને તમારી પત્નીને બચાવવાની કાકલૂદી કરી. ડોક્ટરોએ પણ એમનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા. પરંતુ, શિવાનીને બચાવી ન શક્યા અને એ દિવસે કુદરતને જો કદાચ હ્રદય હોત તો તમારા અને તમારા માતા-પિતાના રૂદનથી તેનું કાળજું પણ કદાચ કંપી ઊઠ્યું હોત અને આટલું ઓછું હોય તેમ તમારા સાસુ-સસરાએ કોઈના ચડાવામાં આવીને તમારા અને તમારા માતા-પિતા સામે શિવાનીને દહેજ ન આપવાના કારણે યોજના બધ્ધ રીતે મારી નાખી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરી અને પોલીસ કેસ થતા કંપનીના નિયમાનુસાર તમને કંપનીએ બરતરફ કર્યા અને પુત્રવધુના આકસ્મિક મૃત્યુના તથા તમારી નોકરી છૂટી જવાના બેવડા આઘાતમાંથી બહાર નહિ આવી શકેલ તમારા માતા-પિતા પોલીસ ફરિયાદનો વધુ આઘાત સહન ન કરી શક્યા અને તમારી પત્ની શિવાનીના અવસાન બાદ દશમા દિવસે જ તમારા પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું અને આ ફાની દુનિયામાં તમે અને તમારી માતા, બસ બે જ જણ, એકબીજાનો સહારો બની રહ્યા. તમારા સાસુ-સસરાએ કરેલ પોલીસ કેસની કોર્ટમાં સુનાવણી ચાલી અને તમને તથા તમારી માતાને સાત વર્ષ સખત કેદની સજા કોર્ટે ફરમાવી તે દિવસે તમે છેલ્લી વખત તમારી માતાને ભેટીને રડ્યા હતા અને જેલની કાળકોટડીમાં જ તમને એક દિવસે સમાચાર મળ્યા કે હવે આ ફાની દુનિયામાં તમે એકલા જ રહી ગયા છો અને તમારી માતાએ પણ આ દુનિયા છોડી દીધી છે. જેલમાંથી જરૂરી પરવાનગી લઈને તમે તમારી માતાને જયારે મુખાગ્નિ આપી એ સમયે તમને ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો હતો. ત્યારબાદ કુદરતે વધુ એક આઘાત આપ્યો અને લોનના હપ્તા સમયસર નહિ ભરી શકવાના કારણે બેંકે જપ્તીની કાર્યવાહી કરીને તમારું મકાન જપ્ત કર્યું. બસ એ પછી જેલવાસના તમારા દિવસોમાં ભાગ્યે જ કદાચ તમે કોઈની સાથે વાત કરી હશે.
સાત વર્ષનો સજાનો સમયગાળો પૂરો કરીને તમે જયારે જેલમાંથી મુક્ત થયા ત્યારે હવે ક્યાં જવું? શું કરવું? એ ગંભીર પ્રશ્નો તમારી સામે હતા અને તમે કોઈ જ પ્રકારનો વિચાર કર્યા વગર જેલવાસના સમયગાળાની તમારી કમાણીમાંથી નજીકના બસ સ્ટેન્ડ પર જે પહેલી બસ નજરે પડી તે બસમાં બેસી ગયા અને કંડકટરને છેલ્લા સ્ટોપની ટીકીટ આપવા કહ્યું અને તમે જુનાગઢ આવી ગયા. જુનાગઢ આવીને તમે બસ સ્ટેન્ડની પાસે આવેલ ચાની કીટલી પરથી ચા પીધી અને શૂન્યમનસ્ક બની સામે તાકી રહ્યા હતા. તમને ખુદને પણ ખબર ન પડી કે ક્યારે તમારી સામે શ્વેતકેશી સાધુ આવીને ઉભા રહી ગયા અને તમારી સામે મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. એકાએક તમારૂ ધ્યાન સામે ઉભેલ વ્યક્તિ તરફ ગયું અને એ શ્વેતકેશી સાધુએ તમને સાથે ચાલવા જણાવ્યું અને કોઈ અદમ્ય શક્તિથી દોરવાઈને તમે એ સાધુની સાથે ચાલતા ચાલતા ગિરનારની તળેટીમાં એકાંતમાં આવેલ આશ્રમમાં આવી ચડ્યા. સમય પસાર થતો ગયો અને સમયની સાથે અજાણે તમારો અને એ સાધુની સાથે આત્મીય સંબંધ બંધાઈ ચુક્યો હતો. તમે એ જાણી ચુક્યા હતા કે એ શ્વેતકેશી સાધુ સ્વામી ચિદાનંદ તરીકે આસપાસના પંથકમાં ઓળખાતા હતા અને વનસ્પતિના ઔષધિય ઉપયોગો અંગે ઘણું જ સારૂ જ્ઞાન ધરાવતા હતા. ધીરે ધીરે પસાર થતા સમયની સાથે તમારા માનસપટ પર કુદરતે આપેલ ઘાવ રૂઝાઈ રહ્યા હતા અને સ્વામી ચિદાનંદની અનુભવી, ઉપદેશાત્મક વાણીએ ઘાવ પર મલમનું કામ કરતી હતી. અંતે તમે એ વાત સહજતાથી સ્વીકારી લીધી કે, ""જે કંઈ થાય છે તે ઈશ્વરની ઈચ્છાને આધીન જ થાય છે. મનુષ્યના હાથમાં માત્ર પ્રયત્ન કરવાનું જ લખેલ છે. પરિણામ ઈશ્વરે જે નિર્ધારિત કરેલ છે તે જ મળવાનું છે. મનુષ્ય દેહ ઈશ્વરને પામવા અને સમગ્ર પ્રકૃતિમાં રહેલ ઈશ્વરીય તત્વને ઓળખવા માટે મળે છે.'' અને અંતે તમે સ્વામી ચિદાનંદને તમારા આદ્યાત્મિક ગુરૂ તરીકે સ્થાપી તેમની પાસેથી યોગ અને ધ્યાનનો અભ્યાસ ઈશ્વરને પામવા અને ઓળખવા માટે શરૂ કરી દીધો અને સ્વામી ચિદાનંદે તમને ગોસ્વામી આનંદમાંથી સ્વામી આનંદ નું નામ આપ્યું. બાર વર્ષના સ્વામી ચિદાનંદના સાનિધ્ય બાદ વાનપ્રસ્થાશ્રમના આરે આવીને ઊભા રહેલ તમે એક અલગ વ્યક્તિત્વ અને ઓળખ ધરાવતા થઇ ગયા હતા અને એક દિવસે સવારના યોગ અને ધ્યાનના અભ્યાસ બાદ સ્વામી ચિદાનંદે તમને આદેશાત્મક સ્વરે જણાવ્યું કે હવે તમારે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ આંબાઘાટા ગામે ગામથી દુર આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં જવાનું છે અને બાકીનું જીવન ત્યાં યોગ-ધ્યાનના અભ્યાસ અને આસપાસના લોકોના હિતમાં, સમાજ સેવામાં પસાર કરવાનું છે. ગુરૂ આજ્ઞા શિરોમાન્ય રાખીને તમે ઓમકારેશ્વર મહાદેવના આ મંદિરમાં આવી ગયા હતા અને એ વાતને પણ આજકાલ કરતા બે દાયકા ઉપર સમય થઇ ગયો હતો. તમે અહી આવીને સૌથી પહેલા તો મંદિરની આસપાસની વેરાન જગ્યા સાફ કરી અને ઉપયોગી ઔષધીય વનસ્પતિઓ ઉછેરી અને તમારા માટે પર્ણકુટીર બનાવી. સમય જતા આસપાસના ગામના લોકો મહાદેવના દર્શને આવતા થયા અને તમારા સ્વભાવથી પરિચીત થતા ગયા અને થોડાક જ સમયમાં તમારી સુવાસ આસપાસના પંથકમાં ફેલાવા લાગી અને આસપાસના લોકોનો ધતિંગ, દોરા, ધાગાના ભ્રમથી મુક્ત કરવાનું શરૂ કર્યું અને રોજબરોજની બીમારીમાં આયુર્વેદિક ઔષધીય ઉપચાર શરૂ કર્યા અને નિત્ય સાંજે ભક્તિભાવ ભર્યા ભજન તથા સત્સંગ. આ જ તમારો દૈનિક ક્રમ બની ગયેલ હતો.
પણ ગઈ કાલ સાંજે આજુબાજુના પંથકમાં અસામાન્ય કહી શકાય તેવી ઘટના બની ગઈ. શહેરથી અને શહેરની બદીથી દુર આવેલ આંબાઘાટા ગામમાં ગઈ કાલ સાંજે એક પરણિત યુવાન સ્ત્રીનું આકસ્મિક અવસાન થયું અને તે સ્ત્રીના શહેરમાં રહીને ભણતા નાના ભાઈએ તે સ્ત્રીના પતિ તથા સાસુ-સસરા વિરૂધ્ધ દહેજ મૃત્યુની પોલીસ ફરિયાદ દાખલ કરી અને આંબાઘાટા ગામમાં પહેલી વખત પોલીસ આવી અને તે સ્ત્રીના સાસરિયાને પકડી ગઈ. પરંતુ, પોલીસ મથકે જતા પહેલા તે યુવાન તથા તેના મા-બાપે તમને મળવાની ઈચ્છા દર્શાવતા પોલીસ ઇન્સ્પેકટર સાહેબ તે લોકોને લઈને તમારા આશ્રમમાં આવ્યા અને તે યુવાન તથા તેના મા-બાપની આંખોમાંથી નીકળતા આંસુ અને તમારા પગ પકડીને તમને કરેલી કાકલુદીથી તમારૂં અંતરમન વ્યથિત થઇ ગયું હતું અને આ વ્યથામાં તમને એક પંક્તિ યાદ આવી ગઈ.
""ઈતિહાસ અપને આપકો દોહરાતા હૈ, વો ફિર પલટ કે વાપિસ આતા હૈ,
વોહી સમા વોહી પલ ફિરસે લાતા હૈ, ઈતિહાસ અપને આપકો દોહરાતા હૈ.''
અને પછી ધ્યાનમાંથી આંખ ખુલી ત્યારે સામેનું દ્રશ્ય થોડું ધૂંધળું લાગતું હતું. પછીથી તમને ખ્યાલ આવ્યો કે આંખ ભીની થઇ ગઈ છે. આંખ અને મોઢું ધોઈને તમે સીધા જ ઓમકારેશ્વર મહાદેવની સામે ગયા અને આટલા વર્ષોમાં પહેલી વાર મહાદેવને પ્રાર્થના કરી કે, ""હે દેવાધિદેવ, દયા કરજે બાપ, ખોટી કનડગતમાંથી બચાવજે. મારા નાથ, કોઈની એટલી પણ કસોટી ના કર કે જીવવાનું મુશ્કેલ થઇ જાય.''
આશિષ એ. મહેતા
ઈતિહાસ અપને આપકો દોહરાતા હૈ, વો ફિર પલટ કે વાપિસ આતા હૈ by આશિષ એ. મહેતા is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.

No comments:
Post a Comment