એમ નથી કે નથી મળ્યું કશું અમને મિત્રો તરફથી,
એમ છે કે મળ્યું છે ઘણું બધું અમને મિત્રો તરફથી,
ફરક હતો માત્ર થોડો જ એમને ઓળખવામાં,
બાકી ઘણું કહી ગયા મિત્રો ને ઘણું આપી ગયા,
આપ્યો છે ઘણી યાદોથી મહેકતો કોથળો એમણે,
ખોલતા જ સુગંધિત કરી જાય છે એમની યાદો અમને,
ક્યાંક મુખ પર સ્મિત રેલાવી જાય છે યાદો એમની,
તો ક્યાંક ફરી આંખો ભીંજવી જાય છે યાદો એમની,
નહતી ખબર અમને કે નહતી ખબર એમને,
કે આમ જ છુટા પડી જઈશું કહી ફરી મળીશું ,
એ જ મિત્રોને ફરી મળવાનું ઘણું મન થાય છે,
પણ સમય, સંજોગ અને સંસાર વચ્ચે રહી જાય છે,
મળ્યા "ગૌરવ" સ્વપ્ન મહેલમાં ફરી એ જ મિત્રોને,
સ્વપ્ન તુટતા મિત્રોના વિયોગે આંખોમાંથી અશ્રુ વહી જાય છે.
ગૌરવ એમ. શુકલ
મિત્રોની યાદો by ગૌરવ એમ. શુકલ is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at http://www.gujjustuff.com.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com.

No comments:
Post a Comment