યાદ તમારી આવી અને એક ગઝલ રચાઈ ગઈ
હોઠો ઉપર સ્મિત અને ચહેરા પર લાલી છવાઈ ગઈ
આંખો મારી રદીફ અને કાફિયા થઇ ગઈ
કોરી દીવાલ ઉપર એ તમને જ જોઈ રહી
આંખોમાં સુરમો અને હોઠો પર લાલી
માથે નાની બિંદી અને કાનમાં પહેરી વાળી
અદાથી જરા નીચે નમાવેલી છે ડોક
ઘાયલ અમે થઇએ છીએ એ જોઈને રોજ
અધખુલ્લા હોઠમાંથી મૌનની વહે છે પરિભાષા
ઉકેલવા મથીએ છીએ સદાય અમે એ ભાષા
વહી રહી છે પ્રેમની અમી નયનમાંથી
પણ હવે એ અમારા નસીબમાં ક્યાંથી
હોઠો ઉપર સ્મિત અને ચહેરા પર લાલી છવાઈ ગઈ
આંખો મારી રદીફ અને કાફિયા થઇ ગઈ
કોરી દીવાલ ઉપર એ તમને જ જોઈ રહી
આંખોમાં સુરમો અને હોઠો પર લાલી
માથે નાની બિંદી અને કાનમાં પહેરી વાળી
અદાથી જરા નીચે નમાવેલી છે ડોક
ઘાયલ અમે થઇએ છીએ એ જોઈને રોજ
અધખુલ્લા હોઠમાંથી મૌનની વહે છે પરિભાષા
ઉકેલવા મથીએ છીએ સદાય અમે એ ભાષા
વહી રહી છે પ્રેમની અમી નયનમાંથી
પણ હવે એ અમારા નસીબમાં ક્યાંથી
આશિષ એ. મહેતા
યાદ તમારી આવી અને એક ગઝલ રચાઈ ગઈ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
No comments:
Post a Comment