તારી ગુલાબી આંખોમાં ફરી ખોવાઈ જવું છે;
ભૂલીને સઘળું ફરી તુજમાં સમાઈ જવું છે.
પ્રથમ વખત મળ્યા હતા પચીસી યુવાનીમાં;
એ જ રીતે અજાણ્યા થઇ આજે ફરી મળવું છે.
થયેલી આપણી વચ્ચે જે તું તું મેં મેં થોડી;
એ બધી ભૂલીને નવેસરથી ફરી મળવું છે.
સાથે વિતાવ્યા જીવનયાત્રાના પચીસ વર્ષ જે;
આજે વનમાં પ્રવેશતા નવી આશાથી મળવું છે.
જવાબદારી પરિવારની નિભાવતા;
ઝૂકી ગયેલ તારા ખભા પર ફરી ઢળી જવું છે.

આછા અને ઓછા થઇ ગયેલા તારા વાળમાં;
ફરીથી એ જ હેતથી આંગળીઓ ફેરવવી છે.
ઉંમરથી વનમાં પ્રવેશ્યા છીએ;
જિંદગીની આ સેકન્ડ ઇનિંગ્સ છે.
એકમેકના સાથે બેફિકરાઈથી બિન્દાસ;
અને જિંદાદિલીથી રમી લેવી છે.
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
તારી ગુલાબી આંખોમાં ફરી ખોવાઈ જવું છે... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
No comments:
Post a Comment