Saturday, October 2, 2021

શું હું માણસ નથી?

રંગ મારી ત્વચાનો ભીનો છે તો શું હું માણસ નથી?
ભલે તમારા વતનનો નથી પણ શું હું માણસ નથી?
સ્વભાવે સીધો, સરળ, લાગણીશીલ અને વળી ભોળો છું,
સિધ્ધાંતવાદી, કપટથી દૂર છું, તેથી શું હું માણસ નથી?

ઉચ્ચ શિક્ષિત છું અને પાસે મુસાફરીની ટિકિટ પણ છે,
મારી જ નિયત જગ્યાએ હું બેઠો હતો,
હાડ ઓગળતી ઠંડીમાં સાવ અધવચ્ચે અપમાનિત કરી ઉતારી મુક્યો,
ઉતારી મુકનાર અમલદાર છે તો શું, જેને ઉતાર્યો એ હું માણસ નથી?

સત્તાનું આ ગોરાઓને આટલું ગુમાન છે કે સરસ્વતીનું પણ સન્માન નથી,
તો મારા દેશના ગરીબ લોકોને કેટલી થતી હશે હેરાનગતિ,
એ શાસક છે તો જેના ઉપર શાસન કરે છે તે બંધ શું માણસ નથી?
ગુલામ હોવાથી માણસ તરીકેનો જો કોઈ અધિકાર નથી, તો ગુલામીથી મોટો કોઈ અભિશાપ નથી.

શોધતો હતો મારા જીવનનું લક્ષ્ય આજ સુધી,
મધરાતે જ સહી આજે અનાયાસે ગયું મને મળી,
વતન જઈ વતન કાજે વ્યતીત કરવું હવે જીવન મારૂં,
મારા વતનને ગુલામીમાંથી મુક્ત કરાવવું એ જ સ્વપ્ન હવે મારૂં.

જન જાગૃતિ, સ્વાભિમાન અને લોક ચેતના જગાડવી છે હવે મારે,
માનસિકતા બદલીને મારા દેશમાં સ્વાધીનતાની ભૂખ જગાડવી છે મારે,
માણસ થઇ માણસ ઉપર કરવી હકુમત એ માણસાઈ નથી,
શાસક પણ માણસ જ છે કોઈ ભગવાન નથી.


સાઉથ આફ્રિકામાં ડરબન શહેરમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં મહાત્મા ગાંધીને રંગભેદની નિતીના કારણે મધ્યરાત્રીએ ટ્રેનમાંથી ઉતારી મુકવામાં આવેલ તે સમયે એમને કાયા વિચારો આવ્યા હશે તે રજૂ કરવાનો નમ્ર પ્રયાસ


આશિષ એ. મહેતા


Creative Commons License



શું હું માણસ નથી?    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

No comments:

Post a Comment