ચપટો થઈ જાય તો શાલિગ્રામ
અને લંબગોળ થઈ જાય તો શિવલિંગ કહેવાય છે.
કેળવે જો લાયકાત તો આંહી
પથ્થર પણ ભગવાન બની જાય છે.
શીદને રડે ઓ માનવી તું પરિસ્થિતિના રોદણા
વિશ્વાસ મૂકીશ ઈશ્વરમાં તો વહાણ પણ તરશે રણમાં.
પાના ઇતિહાસના પલટાવીશ તો મળશે ઘણા ઉદાહરણો
ઈશ્વર પ્રાપ્તિનું બહુ જૂનું ઉદાહણ નથી ભક્ત બોડાણો.
સંબંધ તો સરખો જ હતો ભીમ અને અર્જુન સાથે કૃષ્ણનો
તોય સારથી અર્જુનના જ બન્યા કારણ ભાવ હતો અર્જુનનો.
છોડી દે સંશયો સઘળા તું નિજ મનના
અર્પી દે જાતને હરિ શરણમાં.
લાયકાત કેળવી દે તારી એ પરમાત્મામાં
બસ પછી તું અનુભાવિશ પળેપળ છે એ તારી જ સંગમાં.
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
ચપટો થઈ જાય તો શાલિગ્રામ અને લંબગોળ થઈ જાય તો શિવલિંગ કહેવાય છે..... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
No comments:
Post a Comment