પ્રિય વાંચકમિત્રો,
ચિંતનને અણસાર આવી ગયો કે આજે ઓફિસનું વાતાવરણ સહેજ તંગ છે અને કંઈક એવી ઘટના બની છે કે અજયભાઈ કે અભિજાત કોઈ મૂડમાં નથી.
“આવું સાહેબ?” સહેજ ગંભીર બની ચિંતને અજયભાઈની ચેમ્બરનો ગ્લાસ ડોર
ખોલતા પૂછ્યું.
“આવ” એક ટૂંકો પ્રત્યુત્તર અને અજયભાઈએ ઇન્ટરકોમ પર રામજીને ૩
કોફીની સુચના આપી.
અજયભાઈના સ્વભાવથી પરિચિત ચિંતન જાણતો હતો કે અજયભાઈ સામેથી જ વાત
શરૂ કરશે.
થોડી વારમાં કોફી આવી ગઈ. કેપેચીનો કોફીની અરોમા ચેમ્બરમાં ફેલાઈ ગઈ.
કોફીની એક ચૂસકી ભરી અજયભાઈએ એમની ચેરના હેડ રેસ્ટ પર માથું ટેકવી ઉપર છત સામે નજર
કરી. પી.ઓ.પી. કરેલ છતમાંથી થ્રી લેયર ઝુમ્મર અને એલ.ઇ.ડી. લાઈટ ઓફીસની શોભા વધારી
રહ્યા હતા અને સાથે સાથે અજયભાઈની પ્રતિષ્ઠાનો પરિચય પણ આપી રહ્યા હતા.
થોડી વાર પછી કોફીનો બીજો એક ઘૂંટ ભરી અજયભાઈ બોલ્યા, “આ મોબાઈલ અને ઇન્ટરનેટના
યુગમાં નવી પેઢીને ખબર નહીં ક્યારે સમજણ આવશે.”
કોઈપણ પ્રકારની પૂર્વભૂમિકા વગર બોલાયેલ આ શબ્દો પાછળ કોઈ ગંભીર વાત
છે એનું અનુમાન ચિંતનને આવી ગયું.
“આજની જ વાત છે, હમણાં થોડી વાર પહેલા જ આખો કોન્ફરન્સ રૂમ ભરેલો હતો. ઓફિસમાંથી વિદાય લેનાર એ આધેડ દંપતિની આજીજી કરતી રડતી આંખો, એમની મનોવ્યથા કદાચ ક્યારેય નહીં ભૂલાય. આપણા જ શહેરના કર્મકાંડી બ્રાહ્મણ પિતા હરસુખભાઈ એમના પત્ની સાથે આવેલ. હરસુખભાઈનો પરિચય એટલો કે કર્મકાંડના વિદ્વાન અને એમના પર માતા સરસ્વતીની કૃપા અને એના પરિણામ સ્વરૂપ માતા લક્ષ્મીની પણ કૃપા. જીનલ એમની એકની એક દિકરી. પૂરા લાડકોડથી ઉછરેલી. હરસુખભાઈ અને એમના પત્ની બંનેએ જીનલને પુરા ધાર્મિક સંસ્કાર આપ્યા. દિકરી કોલેજમાં આવી અને હજુ ત્રણ મહિના પહેલાં જ અઢાર વર્ષ પૂરા કર્યા. હરસુખભાઈએ જીનલને નવું એકટીવા ગીફ્ટ આપ્યું. આજે હરસુખભાઈ અને એમના પત્ની ઓફીસ આવ્યા હતા, સાથે એક કવર હતું. એમાં જીનલના લગ્નનું સર્ટીફીકેટ હતું, કોઈ અશફાક નામના વિધર્મી છોકરા સાથે. કાયદાએ આપેલી સ્વતંત્રતાનો ભોગ બનનાર, લવ જેહાદનો શિકાર બનનાર એક દિકરીના લાચાર માતા-પિતા આજે ઓફિસમાં ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા અને મારી પાસે એમને આશ્વાસન આપવાના શબ્દો પણ નહતા. અશફાક અને જીનલના લગ્નના સર્ટીફીકેટની સાથે એક પત્ર પણ હતો જીનલનો જેમાં લખ્યું હતું કે એ એની મરજીથી અશફાક સાથે લગ્ન કરી રહી છે. જે કચેરીમાંથી સર્ટીફીકેટ આપવામાં આવેલ એ કચેરીમાંથી અનઓફિસીયલી બંનેના લગ્નનું આવેદન ફોર્મ અને પુરાવાની નકલ મંગાવી. અશફાકની ઉંમર ૩૮ વર્ષ છે. જીનલની ઉંમર કરતા બમણીથી પણ વધુ. એક સામાન્ય બુદ્ધિ વાળો માણસ પણ સમજી શકે કે આમાં પ્રેમ હોઈ જ ના શકે. આ દેખીતી રીતે જ લવ જેહાદ હતી અને કાયદાની પ્રક્રિયાનો ગણતરી પૂર્વકનો ઉપયોગ.
આપણે, હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરીશું એવી બાંહેધરી આપીને
વિદાય કર્યા. પણ પરિણામ મને ખબર જ છે કે પ્રેમમાં અંધ બનેલ જીનલ એના જન્મદાતાના
ત્યાં હાલ તો જવાની ના જ પાડશે અને થોડા વર્ષો પછી જયારે પ્રેમનો ઉભરો શમી જશે
અને કડવી વાસ્તવિકતા સામે આવશે ત્યારે આંખોમાંથી લોહીના આંસુ પડશે. પણ હાલ તો આપણે
કશું જ કરી શકીએ એમ નથી.
કાશ, કાયદામાં એવો કોઈ સુધારો આવે કે લગ્ન માટે માતા-પિતાની હાજરી અને સાક્ષી ફરજીયાત બને તો કદાચ આવી કંઈક કેટલીયે દિકરીઓ લવ જેહાદનો શિકાર બનતી અટકે.” કોફી પૂરી થઇ ગઈ હતી અને વાત પણ. ચિંતન પણ ચિંતામાં હતો અને એનો પણ મૂડ ખરાબ થઇ ગયો હતો.
આજે પહેલી વખત અજયભાઈની ઓફિસમાં ગમગીનીનું વાતાવરણ હતું.
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment