“તમે તમારા મનમાં શું સમજો છો? અમે તમને બેવકૂફ લાગીએ છીએ?”
શહેરની કમિશ્નર ઓફ પોલીસની કચેરીના પ્રથમ માળ ઉપર આવેલ કોન્ફરન્સ હોલમાં
ત્રણ ટેબલ એક હરોળમાં ગોઠવી ડાયસ બનાવવામાં આવેલ હતું અને એની પાછળની તરફ ખુરશીમાં
એડીશનલ સેક્રેટરી હોમ ડીપાર્ટમેન્ટ, આઈ.જી., ડી.આઈ.જી., સી.પી., જોઈન્ટ સી.પી.
બેઠા હતા અને ટેબલની સામે બીજી તરફ પૂરી વર્દીમાં સજ્જ એ.સી.પી. હિતેન્દ્રસિંહ
જાડેજા ઉભા હતા, પૂરી અદબથી, શાંત ચહેરે.
--------------------------------------------------------------------
સંસારમાં સત્ય અને અસત્ય બંનેનું અસ્તિત્વ છે એ જ રીતે સારા અને ખરાબ
બંને તત્વો, ગુણો એક બીજાની સાથે જ રહેલ છે. માહિતી અધિકારનો કાયદો વ્યક્તિને કોઈ
પણ વિષય અંગે પૂરી અને સાચી માહિતી મેળવવાનો અધિકાર આપે છે તો સામે કેટલાક તકવાદી
વ્યક્તિઓ આ જ કાયદાનો દુરુપયોગ કરી પોતાનો સ્વાર્થ સાધવાની પ્રવૃત્તિ પણ કરે છે.
--------------------------------------------------------------------
લગભગ પંદર દિવસ પહેલા એક સ્થાનિક રાજકીય આગેવાને એ.સી.પી. હિતેન્દ્રસિંહ જાડેજાને શા માટે નોકરીમાંથી બરતરફ નથી કરવામાં આવ્યા એની માહિતી રાજ્યના ગૃહ ખાતા પાસેથી માંગી હતી અને એના જ અનુસંધાને ગૃહ વિભાગમાંથી એ.સી.પી. હિતેન્દ્રસિંહ જાડેજાની ફાઈલ મંગાવવામાં આવેલ હતી. એ ફાઈલમાંથી બે વાત ઉડીને આંખે વળગે એવી હતી. એક – હિતેન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ નજરે મુશ્કેલ લગતા અનેક કેસ એમની તર્ક શક્તિ અને આવડતના આધારે ઉકેલી નાખ્યા હતા અને બીજું એમને જે કોઈ કેસ ઉકેલ્યા એમાંથી વીસ જેટલા આરોપીઓ એક ચોક્કસ કોમના હતા જેઓ દરેકને હિતેન્દ્રસિંહ જાડેજાએ પગના, જાંઘના કે ઢીંચણના ભાગે ગોળી મારી હોય અને રીપોર્ટમાં બતાવેલ હોય કે, “આરોપીએ ભાગવાનો પ્રયત્ન કરતા ગોળી મારવાની ફરજ પડી.” આ જ વાતનો ખુલાસો પૂછતી વખતે, એડીશનલ સેક્રેટરી હોમ ડીપાર્ટમેન્ટ કે જે પોતે આરોપીના સમાજના હતા એમને પોતાની સત્તાનો ઉપયોગ કરી એ.સી.પી. હિતેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ઇન્ક્વાયરી બેસાડી હતી અને એ ઇન્ક્વાયરી દરમ્યાન જ ઊંચા અવાજે પૂછી બેઠા, “તમે તમારા મનમાં શું સમજો છો? અમે તમને બેવકૂફ લાગીએ છીએ?”
--------------------------------------------------------------------
એ.સી.પી. હિતેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ પાસેના એક ગામના સૂર્યવંશી
રાજપૂત જાડેજા પરિવાર, વિરભદ્રસિંહ જાડેજાના મોટા પુત્ર, પૂરી છ ફૂટ હાઈટ, કસાયેલ શરીર,
સાયનસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, શરીર સૌષ્ઠવ અને તીવ્ર બુદ્ધિમત્તાનો સમન્વય. પ્રથમ
પ્રયત્નમાં જ જી.પી.એસ.સી. પરીક્ષા પાસ કરી પોલીસ ખાતામાં નોકરી જોડાયા. શાળા
જીવનનો એન.સી.સી.નો અનુભવ અને એ એન.સી.સી. તાલીમ કાળ દરમ્યાન એમનો પરિચય થયો હતો
આર્મીના નિવૃત મેજર જયકૃષ્ણ ચૌહાણ સાથે. મેજર સાહેબે એક ચોક્કસ કોમને લઇ ને કરેલ
એક વાત એમને યાદ રહી ગઈ હતી. “..... કોમનો ઉપયોગ પોલીટીકલી બહુ થાય છે. દેશ વિરોધી
કે સમાજ વિરોધી પ્રવૃત્તિ હોય આ કોમનો એમાં સિંહ ફાળો છે. એમને બચાવવા મોટા મોટા
વકીલો, નેતાઓ હાજર અને તૈયાર હોય છે.”
હિતેન્દ્રસિંહ જાડેજા પોલીસ ખાતામાં નવા નવા નોકરીએ જોડાયા ત્યારની એક
ઘટના એમની આંખો સામે તરી આવી. પોસ્ટીંગ અમદાવાદ રૂરલના એક નાના ટાઉનમાં. એ સમયે લુંટનો ગુનો બન્યો. હિતેન્દ્રસિંહ જાડેજાએ તપાસ આદરી. ગુનેગાર પકડાઈ ગયો અને કેસ ચાલ્યો પણ ખરો. પરંતુ, બનાવ રાત્રીના સમયે બનેલ
અને આરોપીને ફરિયાદીએ ઓળખી બતાવ્યા હતાં, પણ, બચાવ પક્ષના વકીલની દલીલ હતી કે રાત્રીના
સમયે અંધારામાં બનાવ બનેલ હોઈ આરોપીને બેનિફિટ ઓફ ડાઉટનો લાભ મળવો જોઈએ. આ દલીલ ઉપર આરોપીને નિર્દોષ છોડી મૂકવમાં આવેલ. એ પછી
અનેક અનુભવો થયા અને અનુભવોના નીચોડ સ્વરૂપ એમને પણ લાગ્યું કે મેજર ચૌહાણની વાત
સાચી છે.
એ પછી અનેક સ્થળે નોકરીના ભાગ રૂપ ટ્રાન્સફર આવી. દરેક જગ્યાએ પૂરી નિષ્ઠાથી
ફરજ બજાવી, પણ એક ફેર પડી ગયો. ગુનાની તપાસ દરમ્યાન, જે આરોપીના નામ સામે આવે એમની પૂરી
કુંડળી કાઢી લેવાની. જો આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોય તો એની ધરપકડ સમયે એને
પગમાં એક નિશાની આપી જ દેવાની.
--------------------------------------------------------------------
“યુ મસ્ટ આન્સર ટૂ મી.” રૂમની શાંતિને ચીરતો એડીશનલ સેક્રેટરી હોમ
ડીપાર્ટમેન્ટનો અવાજ ફરી હોલમાં ગુંજી ઉઠ્યો અને હિતેન્દ્રસિંહ જાડેજા જાણે વર્તમાનમાં
આવ્યા.
“સર, એવરી ટાઇમ આઈ હેવ સબમીટેડ માય ફૂલ રીપોર્ટ. મારી ફરજ મેં પૂરી
નિષ્ઠાથી નિભાવી છે અને મને નવાઈ તો એ વાતની લાગી રહી છે કે એક ઉચ્ચ કક્ષાના
અધિકારી, એક સાવ અભણ કહી શકાય એવા વ્યક્તિની આવેલી અરજીના અનુસંધાને એક કર્તવ્ય
નિષ્ઠ અધિકારીને અર્થ વગરના સવાલો પૂછી ડીમોટીવેટ કરી રહ્યા છે.” શાંત ચહેરે, શાંતિથી જવાબ આપ્યો અને એમના જવાબથી
હોમ સેક્રેટરી સિવાયના બધા જ અધિકારીના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું.
“યુ મે ગો નાવ. સી.પી., આઈ વોન્ટ ફૂલ રીપોર્ટ ઓફ ધીસ ઇન્ક્વાયરી.”
કહી ગુસ્સમાં એડીશનલ સેક્રેટરી હોમ ડીપાર્ટમેન્ટ, પોતાની ખુરશીમાંથી ઉભા થઇ ગયા
અને એ સાથે જ એ.સી.પી. જાડેજા એક સેલ્યુટ કરી હોલની બહાર નીકળી ગયા.
--------------------------------------------------------------------
સી.પી. ઓફીસમાંથી બહાર આવી પોતાની જીપ તરફ આગળ વધ્યા. ડ્રાઈવર
જયવંતસિંહે ગાડીનો દરવાજો ખોલ્યો અને ગાડી સ્ટાર્ટ કરી. “જયવંત, સારી ચાની કીટલીએ
લઇ લે, સારી ચા પીવી પડશે.” હિતેન્દ્રસિંહે સુચના આપી. “જી, સાહેબ.” જયવંતસિંહે
ગાડી ફર્સ્ટ ગિયરમાં નાખી અને ટૂંકો જવાબ આપ્યો અને ગાડી આગળ વધી અને હિતેન્દ્રસિંહ
ભૂતકાળમાં સરી પડ્યા. હમણાં જ લગભગ બે મહિના પહેલા, આ જે રાજકીય આગેવાને અરજી કરી
હતી એનો ભત્રીજો દારૂ અને જુગારનો અડ્ડો ચલાવતો હોવાની પાકી બાતમી મળી હતી. હિતેન્દ્રસિંહ
જાડેજાએ એની કુંડળી કઢાવી, ફાયરીંગ, કીડનેપીંગ, ખંડણી, ખૂનની કોશિશ જેવા અનેક ગુનામાં
સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું પણ પુરાવાના અભાવે તકનો લાભ લઇ છૂટી જતો.
હિતેન્દ્રસિંહ જાડેજાએ આબાદ છટકું ગોઠવ્યું. સિવિલ ડ્રેસમાં પોતાની
પૂરી ટીમ સાથે રેડ પાડી, મોટા પાયે દારૂનો જથ્થો તો મળ્યો જ સાથે સાથે ગેરકાયદેસર
હથિયાર અને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી. સામસામે ગોળીબાર પણ થયા અને એમાં આ
રાજકીય આગેવાનનો ભત્રીજો માર્યો ગયો અને એના લગભગ બધા જ માણસો ઘાયલ થયા. છાપામાં એ
પછીના દિવસોમાં અનેક વિગતો બહાર આવી સાચી અને ખોટી બંને.
એક આંચકો ખાઈ જીપ ઉભી રહી અને ડ્રાઈવર જયવંતસિંહની જોડે જ હિતેન્દ્રસિંહ જીપમાંથી નીચે ઉતર્યા. સામેની ચાની કીટલી પર ઉભેલા વ્યક્તિને જયવંતસિંહે બે સ્પેશિયલ ચાની સુચના આપી અને પૂછ્યું, “શું થયું સાહેબ?”
“કઇ નહિ, આપણા દેશની આ જ તો કમનસીબી છે દોસ્ત કે સત્તાના ઉચ્ચ આસને
બેઠેલ વ્યક્તિ પણ દેશની પહેલા પોતાના ધર્મ અને સમાજના લોકોને મહત્વ આપે છે. આપણે
એક રીતે જોઈએ તો સફાઈ કર્મચારી છીએ. સમાજને કોરી ખાતા આવા અપરાધીઓની યોગ્ય રીતે કાનુનની
મર્યાદામા સફાઈ કરવી એ આપણું કર્તવ્ય. લે,
ચા આવી ગઈ. ચા પી લે અને પાછા કામે લાગી જઈએ. હજુ ઘણી સફાઈ કરવાની બાકી છે.” હિતેન્દ્રસિંહે
ચા ના પૈસા કીટલી વાળાના હાથમાં આપતા જયવંતસિંહને જવાબ આપ્યો અને ચા ની મજા માણવી
શરૂ કરી.
“બરાબર છે સાહેબ.” જયવંતસિંહે પણ એના સાહેબના સુરમાં સુર પુરાવ્યો
અને ચા ની ચૂસકી ભરી.
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment