પ્રિય વાંચકમિત્રો,
“કેવા મા-બાપ
કહેવાય?”
અજયભાઈની ઓફિસની ચેમ્બરના અડધા ખૂલેલા દરવાજામાંથી આ શબ્દો અંદર આવી રહેલા કેયુર અને ચિંતન બંનેએ
સાંભળ્યા.
કોઈ જ જાતની ફોર્માલીટી વગર ચિંતન અને કેયુર અજયભાઈની ચેમ્બરમાં દાખલ
થઈને અજયભાઈના ટેબલની સામેના સીટીંગ એરેંજમેન્ટના સોફા ઉપર ગોઠવાઈ ગયા.
જુલાઈ-2021નો ચોથો શનિવાર હતો. કોર્ટ બંધ હતી. અજયભાઈ મોટાભાગની
મીટીંગ ઓનલાઈન કરી લેતા હતા. પણ, આજે ચિંતન અને કેયુર ઓફિસમાં દાખલ થયા એ જ સમયે
એક આશરે 21 વર્ષનો યુવાન અજયભાઈની ઓફિસમાંથી બહાર નીકળ્યો હતો.
અજયભાઈએ ઓફિસના ઈન્ટરકોમ ઉપર રામજીને ચાર કોફી અને પાણી લાવવાની
સુચના આપી અને પોતે પણ એમની ચેર ઉપરથી ઉભા થઈ સામે સીટીંગ માં ગોઠવાઈ ગયા અને
અભિજાત પણ એમની જ સાથે એમની બાજુના સોફામાં.
ચિંતનના ઉત્સુકતાસભર સ્વભાવથી પરિચીત અજયભાઈએ એની સામે સ્મિત વેર્યુ
અને લગભગ એ જ સમયે રામજી કોફી લઈને અજયભાઈની ચેમ્બરમાં દાખલ થયો.
ટીપોઈ ઉપર મૂકેલ કોફીનો કપ ઉઠાવીને અજયભાઈએ વાતની શરૂઆત કરી,
“મને ખબર છે, ચિંતન કે તને અભિજાતે જે હમણાં કીધું કે “કેવા મા-બાપ કહેવાય?” એની વાતમાં રસ
છે.” તો સાંભળ…..
“આ જે છોકરો મળવા
આવેલ તેનું નામ મૌલિક. પોતે બેંકમાં નોકરી કરે છે અને એના લગ્નને હજુ માંડ બે વર્ષ
થયા છે.”
“તો આટલી વારમાં
ફેમીલી પ્રોબ્લેમ થઈ ગયો?” ચિંતને પૂછ્યુ.
“હા... હા......
હા... ,” અજયભાઈ હસ્યા...
“મને હતું જ કે હું આ રીતે વાત કરીશ એટલે તું આવો જ તર્ક લગાવીશ. ના આ કેસમાં એવું કંઈ નથી. મૌલિક એના ફોઈ, પત્ની, બા અને દાદા સાથે અમદાવાદ ગાંધીનગરની વચ્ચેના એક ડેવલપીંગ વિસ્તારમાં રહે છે. એના દાદા પહેલેથી સુખી એટલે એક ટેનામેન્ટ અને એક ફ્લેટ એમ બે મિલકત છે. બંને દાદાના નામ ઉપર છે. મૌલિકના ફોઈ અનમેરીડ છે. મૌલિકની દેખરેખ કરવા માટે એના ફોઈએ લગ્ન નથી કર્યા.”
“કેમ મૌલિકની
દેખરેખ માટે?” કેયુરે પૂછયું.
મને પણ આ જ પ્રશ્ન થયો હતો.
“મૌલિકના કહેવા
મુજબ એ લગભગ બે વર્ષનો હતો ત્યારથી એના માતા-પિતા એનાથી દૂર છે. મૌલિકના
મમ્મી-પપ્પા વચ્ચેનું લગ્નજીવન ખટરાગથી ભરેલું જ હતું અને મૌલિક એના મમ્મી-પપ્પા
સાથે ફ્લેટમાં રહે. નાની મોટી વાતોમાં સતત
બોલાચાલી થયે રાખતી. એમાં મૌલિકના બીજા જન્મદિવસની ઉજવણીની રાત્રે બંને વચ્ચે કંઈક
બાબતે માથાકૂટ થઈ બસ એ રાત એ બંનેની છેલ્લી રાત. બીજા દિવસે સવારે મૌલિકના પપ્પા
અને મમ્મી બંને ઘર છોડીને ચાલ્યા ગયા. મૌલિકને કે ઘરના કોઈ જ સભ્યને આની કોઈ જ ખબર
નહિ. ફ્લેટનો દરવાજો બંધ અને ચાવી પડોશમાં આપી રાખેલી. મૌલિક સવારે ઉઠ્યો અને
ઘરમાં કોઈ દેખાયું નહિ એટલે બાળ સહજ રોવાનું શરૂ કર્યું. એના સતત રડવાના અવાજના
કારણે પાડોશીએ દરવાજો ખોલ્યો અને જોયું તો મૌલિક ઘરમાં એકલો. એ સમયે લેન્ડલાઈન
ફોનનો જમાનો. પાડોશીએ ફોન કર્યો મૌલિકના દાદાને અને મૌલિકના દાદા અને ફોઈ બંને આવી
ગયા. સતત રડવાના કારણે મૌલિકને તાવ આવી ગયેલ. દવાખાને લઈ ગયા અને બસ એ દિવસ અને
આજનો દિવસ, મૌલિકના મમ્મી-પપ્પા ક્યાં છે જીવે પણ છે કે નહિ કોઈ કશું જાણતું નથી.
હવે મૌલિકના દાદાનો પ્રશ્ન એ છે કે જે ટેનામેન્ટ અને ફ્લેટ એમના નામ ઉપર છે એ
સીધા જ મૌલિકના નામે કેવી રીતે કરવા.“ કોફીનો ખાલી કપ ટીપોઈ ઉપર મૂકતા
અજયભાઈએ કહ્યું.
અભિજાત પણ ઉભો થયો અને કીધું, “આવતીકાલની મેટરની આર્ગ્યુમેન્ટ તૈયાર
છે. એક વખત નજર નાખી લે.” ચિંતન પોતાના કામમાં લાગ્યો અને કેયુર પણ એની ઓફિસમાં જવા ઉભો થયો
અને બોલ્યો, “કેવા કેવા માણસો હોય છે. લોકો છોકરા માટે પથ્થર એટલા દેવ કરે અને
આજની ઘટનામાં બે વર્ષના છોકરાને મૂકીને જતા રહેતા મા-બાપનો જીવ સહેજ પણ કચવાયો
નહિ.”
“માનવ સ્વભાવની
વર્તણુંક વિશે હજુ ઘણા રહસ્યો વણઉકલ્યા છે.” અભિજાતે કહ્યું અને ફાઈલ લઈને સામેના કોન્ફરન્સરૂમમાં ગયો.
No comments:
Post a Comment