આઈ.સી.યુ.ના બેડ નંબર-1 ઉપરના પેશન્ટના શરીર સાથે લાગેલ ટયુબસ્, વીગો, કેથરેટર અને બીજા ઈક્વીપમેન્ટ્સ નર્સિંગ સ્ટાફ દૂર કરી રહેલ હતો. પેશન્ટનું નામ હતું આનંદ અને એના મેડીકલ ફોર્મમાં પરિવારના સ્વજન તરીકે સહિ હતી ડોક્ટર સમીરની.
હોસ્પિટલ સ્ટાફે આનંદનું ડેથ સર્ટીફીકેટ તૈયાર કર્યું અને આનંદના
પાર્થિવ શરીરને સફેદ વસ્ત્રમાં બાંધી બાકીની ફોર્માલીટીમાં લાગ્યા. ભારે મને અને
ધીમા પગલે ડોક્ટર સમીર અને કર્મણ બંને ઉભા થયા. આનંદના પરિવારમાં બીજા તો કોઈ હતા નહીં. એ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલ વ્યક્તિ હોઈ ડોક્ટર સમીરે આનંદના મોબાઈલમાંથી
આનંદે જણાવેલ નંબર ડાયલ કર્યો અને આનંદના ઘરે ભેગા થવાની જાણ કરી.
હોસ્પિટલની ફોર્માલીટી પૂર્ણ કરી, આનંદના પાર્થિવ શરીરને લઈને કર્મણ
અને ડોક્ટર સમીર આનંદના ઘરે ગયા. બંનેની ધર્મપત્નીઓ ત્યાં પહોંચી ગઈ હતી. આનંદના
ઘરની એક ચાવી ડોક્ટર સમીરના ઘરે રહેતી હતી એટલે કોઈ તકલીફ ન પડી. ધીમે ધીમે,
રાજકીય કાર્યકરો, આડોશી-પાડોશી આવી ગયા. મેઈન હોલમાંથી સોફા અને ડાઈનીંગ ટેબલ ખસેડી
લેવામાં આવ્યા અને જગ્યા કરવામાં આવી. સ્થાનિક કાઉન્સીલરો, વોર્ડ પ્રમુખ અને
રાજકીય પક્ષના શહેરના આગેવાનો-અગ્રણીઓ આવવા લાગ્યા. આનંદના પાર્થિવ શરીરને નવડાવી,
અંતિમ યાત્રા માટે તૈયાર કરી એના ઘરના મેઈન હોલમાં આવનારના દર્શનાર્થે રાખવામાં
આવ્યો. આનંદના પરિવારમાં નજીકના તો કોઈ સગા હતા નહીં. દૂરના એક કાકા-કાકી હતા તે
આવી ગયા. અંતિમયાત્રા શરૂ થઈ અને મુક્તિધામમાં આનંદના પાર્થિવ દેહને ડોક્ટર સમીર
અને કર્મણે જોડે મુખાગ્નિ આપ્યો અને આનંદનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો
ત્યાં સુધી મુક્તિધામમાં બેસી રહ્યા. આનંદના કાકા અને રાજકીય આગેવાનો સાથે મળીને
આનંદની શોકસભાની ગોઠવણ કરવામાં આવી. આનંદના અસ્થિફુલ લઈને ડોક્ટર સમીર અને કર્મણ
આનંદના ઘરે આવ્યા અને બહાર જાળીની ઉપરના ભાગે અસ્થિફુલ ભરેલી કુલડી સાચવીને બાંધી
દીધી અને આનંદની શોકસભાની કામગીરીમાં લાગ્યા.
.... વધુ આવતા અંકે...
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment