કર્મણ અને સમીર, સાથે જ સમીરના ઘરે આવ્યા. શિલ્પા અને કાજલ બંનેએ પોતાના ઘરવાળાના ઉદાસ ચહેરા વાંચી લીધા અને સમજી ગયા કે હાલ કંઈ પૂછવું યોગ્ય નથી. ફ્રેશ થયા પછી, ડિનર માટે ડાઈનીંગ ટેબલ ઉપર સમીર અને કર્મણ લગભગ સાથે જ આવ્યા, શિલ્પા અને કાજલ પણ બંનેની જોડે ગોઠવાઈ ગયા, મહારાજે રસોઈ પીરસવાનું શરૂ કર્યું. થોડીક મીનીટો પછી સમીરે વાત શરૂ કરતા કહ્યું, “આજે વી.એસ. આનંદ જેમને પોતાના રાજકીય ગુરૂ ગણતો હતો તે મળ્યા હતા. સવારે તેમનો જ ફોન હતો સાંજે કર્મણની ઓફિસ મળ્યા હતા. આનંદના એક નવા રૂપનો એમણે પરિચય કરાવ્યો.” થોડુંક અટકીને આગળ કહ્યું “આજે તમને બંનેને આનંદની ડાયરી વાંચવા આપીએ છીએ. આ વી.એસ. પાસે આનંદના પૈસા પડ્યા છે અને કેટલીક જવાબદારી વી.એસ.ના માથા ઉપર આનંદે છોડી છે.”
“તો આમાં તમે કેમ
આટલી ચિંતામાં છો?” કાજલે પૂછ્યું
“ચિંતા તો નહિ પણ
મનમાં એવું થાય છે કે, આનંદે અમારાથી પણ ઘણી વાતો છૂપાવી છે જે એણે વી.એસ.ને કહી
રાખી છે.” કાજલના પ્રશ્નનો જવાબ કર્મણના બદલે સમીરે આપ્યો.
“તો વી.એસ.ને
મળીને વાત સ્પષ્ટ કરી આનંદભાઈની ઈચ્છા મુજબ કરો.” શિલ્પાએ કહ્યું
“બીજી બધી વાતો
તો ઠીક છે પણ આનંદની બહુ મોટી રકમ વી.એસ. જોડે છે અને એનું શું કરવું એ નિર્ણય
મારા અને કર્મણ ઉપર આનંદે છોડ્યો છે એમ વી.એસ. કહે છે.” સમીરે કહ્યું.
“કેટલી રકમ છે.?” શિલ્પાએ
પૂછ્યું
“બે ખોખા.” આ વખતે કર્મણે
જવાબ આપ્યો.
કર્મણનો જવાબ સાંભળીને શિલ્પા અને કાજલ બંનેની આંખો પહોળી થઈ ગઈ.
“એક કામ કરીએ
થોડીવાર પછી ચર્ચા કરીએ. મારા રૂમમાં.” કર્મણે કંઈક વિચારીને કીધું
-------------------------
રાત્રીના સવા દશ વાગે ડોક્ટર સમીરના બંગલામાં ટેમ્પરરી બેઝ ઉપર
કર્મણને ફાળવવામાં આવેલ રૂમમાં કર્મણ, સમીર, શિલ્પા અને કાજલ બેઠા હતા. કર્મણે આનંદની ડાયરીની મોટી મોટી વાતો
કરી અને સાથે સાથે વી.એસ. જોડે ઓફિસમાં જે ચર્ચા થઈ તે પણ જણાવ્યું.
થોડી વાર રૂમમાં મૌનનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું.
પછી શિલ્પાએ કહ્યું ”આમ જુઓ તો વાત બહુ સરળ છે. આનંદભાઈએ એમની ઈચ્છા તો કહી જ દીધી છે.
ફોરમને એક સારો ફ્લેટ અપાવ્યા પછી બાકી કેટલી રકમ વધે છે તે જોવાનું છે. મારા મત
મુજબ ફોરમને ફ્લેટ અપાવ્યા પછી તમે બંને વી.એસ.જોડે આનંદભાઈ વતીથી તેમની ભાગીદારી
ચાલુ રાખો, આનંદભાઈના ધંધામાંથી જે નફો થાય, વી.એસ. સાથેના સોદામાં જે નફો થાય તે
બધો કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટમાં આપીએ અને આનંદભાઈએ જે સેવાના કામ શરૂ કરેલ તેની
તમામ જવાબદારી ફોરમને સોંપીએ.”
“વેરી ગુડ
આઈડિયા, હું પણ મારી આવકનો એક હિસ્સો કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટમાં ડોનેટ કરીશ.” સમીરે કહ્યું
“માત્ર તું જ શા
માટે હું પણ યથાશક્તિ યોગદાન આપીશ. આનંદે આપણા બધા માટે વ્યવસ્થા વિચારી છે તો
આપણે બધા ભેગા થઈને આનંદના ટ્રસ્ટમાટે આટલું તો કરી જ શકીએને.”
“આનંદના નહિ હવે
આપણા બધાના. તમે અને ડોક્ટર સાહેબ પણ એમાં ટ્રસ્ટી જ છો.” શિલ્પાએ
કર્મણનું વાક્ય સુધાર્યું.
“બસ તો પછી વી.એસ
જોડે આવતીકાલે વાત કરીને નક્કી કરી નાખીએ.” કર્મણે કહ્યું અને બધા છૂટા પડ્યા.
પંદર દિવસમાં કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓની નિમણુંક થઈ
ગઈ, વી.એસ.ના આગ્રહને માન આપીને આનંદનો ફ્લેટ જ ફોરમના નામ ઉપર તબદીલ કરવામાં
આવ્યો. જરૂરી તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ. ફોરમ હવે આનંદના ફ્લેટમાં જ
આનંદની યાદો સાથે રહેતી હતી અને કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરી ડોક્ટર સમીર
અને કર્મણની સાથે રહીને સંભાળતી હતી. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો શિલ્પા અને
કાજલે સંભાળી લીધો હતો. વી.એસ.ના આગ્રહને માન આપીને જમીનના નવા તમામ સોદામાં કર્મણ
અને ડોકટર સમીરના નામ પાંચ પાંચ પૈસાના ભાગીદાર તરીકે નાખવામાં આવતા હતા.
આનંદના દેહાવસાનના છ મહિના વીતી ગયા હતા. શિલ્પા અને કાજલે આનંદની
ડાયરી જાણે કંઠસ્થ કરવાની હોય તેટલી વખત વાંચી લીધી હતી.
એક સાંજે કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસમાં ડોક્ટર સમીર, કર્મણ,
શિલ્પા, કાજલ, ફોરમ અને વી.એસ. બેઠા હતા અને કાજલે એક વિચાર મૂક્યો. “આપણે આનંદભાઈના
જીવન અને વિચારો જે સીડી અને ડાયરીમાં છે એને એક બુક તરીકે બહાર પાડીએ તો કેવું
રહે.?” વિચારને સર્વાનુમતે વધાવી લેવામાં આવ્યો. આનંદની ડાયરી, સીડી એક
લેખકને સોંપીને એક પુસ્તક લખવામાં આવ્યું ખૂટતી માહિતી ડોક્ટર સમીર, કર્મણ,
વી.એસ., ફોરમ, શિલ્પા, કાજલ, આનંદના મેનેજર્સ અને સ્ટાફ પાસેથી લેવામાં આવી.
પુસ્તક તો લખાઈ ગયું. છેલ્લે શું નામ રાખવું એ નક્કી નતું થઈ શકતું
ફોરમે સુઝાવ આપ્યો, “આનંદજીની ડાયરીમાં એમણે એમની જીવનપ્રિયા વિશે વાત કરી છે તો
આનંદપ્રિયા નામ આપીએ તો કેવું ?”
તરત જ બધાએ નામ મંજૂર કરી
દીધું અને આનંદની જીવન કથની આનંદપ્રિયાના નામથી પ્રકાશિત કરવામાં આવી. પ્રકાશક
તરીકેની જવાબદારી કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટે સ્વીકારી.
----- સમાપ્ત---
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment