ભાગ-11
એ.સી.પી. અજય શેલત એની ટીમ સાથે અમરેલી પહોંચી ગયા હતા. પારેખ
જ્વેલર્સમાં જઈને સહુથી પહેલું કામ, હાજર દરેક સ્ટાફની સાથે પૂછપરછ કરવાનું કર્યું
અને દરેકને અલગ અલગ બેસાડી, પોતાને ઈન્કમટેક્ષ ઓફિસર તરીકે ઓળખાવતા વ્યક્તિઓના સ્કેચ
દોરાવવાનું શરૂ કર્યું. સુમંત પારેખ પાસેથી “મીસ ફ્લોરીના જાબવાલા”નું વીઝીટીંગ
કાર્ડ લીધું. સમય ઘણો જ વ્યતિત થઈ ગયો હતો એટલે એના ઉપર ઘણા બધાના ફીંગર પ્રિન્ટ
હતા તો પણ શક્ય તેટલા ફીંગર પ્રિન્ટ મેળવવા માટે કાર્ડને એફ.એસ.એલ.માં મોકલવાની
સૂચના આપી. પારેખ જ્વેલર્સના સ્ટાફ અને સુમંત પારેખની પૂછપરછથી એટલી વાત ઉપર
એ.સી.પી. અજય શેલત આવ્યા કે, આખી ઘટનાની માસ્ટરમાઈન્ડ કોઈ ત્રીસ વર્ષની આસપાસની,
કદાચ એનાથી ઓછી ઉંમરની એક સ્ત્રી છે.
અમરેલીથી જરૂરી માહિતી અને પી.આઈ. મેરાજે તૈયાર કરેલ કેસ પેપર્સ લઈને
પોલીસ ટીમ ફરીથી મણિનગર ઈડલી ચાર રસ્તા પાસે જ્હોન્સન વિલિયમના ઘરે આવી. જ્હોન્સન
વિલિયમના ઘરે તાળુ જોઈ પોલીસે આસપાસ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, બે દિવસ પહેલા
જ જ્હોનસન વિલિયમનું અવસાન થઈ ગયું હતું. અડોશ-પડોશમાં પૂછપરછ કરતા એ.સી.પી. અજય
શેલતને માહિતી મળી કે, જ્હોન્સન વિલિયમ, એની તબિયત સારી હતી ત્યાં રવાના થઈ.
ફાધર આલફ્રેડ, સી.એન.આઈ. ચર્ચના હેડ અને સર્વે સર્વા, એ.સી.પી. અજય
શેલત પોતાની ટીમ સાથે ચર્ચ પરિસરમાં દાખલ થયા ત્યારે ચર્ચના બગીચામાં આંટા મારી રહ્યા હતા. પોલીસ
જીપને આવેલી જોઈને સહેજ ચમક્યા. પણ માર્થાએ જ્હોન્સન વિલિયમના ઘરે પોલીસ, અમરેલી
લુંટ કેસમાં તપાસ કરવા આવી હતી તે યાદ આવતા સહેજ સ્વસ્થ થયા. એ.સી.પી. અજય શેલતે
પોલીસ કારનો દરવાજો ખોલ્યો અને બહાર આવ્યા ત્યાં સુધીમાં ફાધર આલ્ફ્રેડ એમની નજીક
આવી ગયા હતા.
“હેલો ફાધર, માય
સેલ્ફ એ.સી.પી. અજય શેલત ફ્રોમ ક્રાઈમ બ્રાંચ એન્ડ ધીઝ ઈઝ માય ટીમ.”
“ગોડ બ્લેસ યુ
માય ચાઈલ્ડ” અત્યંત મૃદુ અવાજે ફાધર આલ્ફ્રેડે પોલીસ ટીમનું સ્વાગત કર્યું અને
આગળ કહ્યું, “વ્હોટ કેન આઈ હેલ્પ યુ?”
“ફાધર, આપને જાણ
હશે જ કે, અમરેલી લુંટ કેસમાં જે ગાડી વપરાઈ હતી તે ગાડી, ઓક્સનમાં જ્હોન્સન
વિલિયમના નામ ઉપર ખરીદ કરવામાં આવી હતી અને જ્હોન્સન વિલિયમ ઈઝ નાઉ નો મોર. સો, અમે એના વિશે
તમારી પાસેથી કેટલીક માહિતી મેળવવા આવ્યા છીએ.”
“હા, માર્થાએ મને
આખી વાત કરી હતી. જ્હોન્સન બહુ ભલો માણસ હતો. ખબર નહિ કોને એનું નામ વાપરીને આ
ગાડી ખરીદી.” એ.સી.પી. અજય શેલતે ફાધર સાથે વાત કરી પણ કોઈ નક્કર માહિતી ન મળતા
પોતાની ટીમ સાથે ચર્ચમાંથી નીકળી ગયા. “યાર, સખત માથુ દુઃખે છે. ક્યાંક સારી ચા
પીવડાવ.” પોતાના ડ્રાઈવરને સૂચના આપતા, ડ્રાઈવરે ગાડી આસ્ટોડિયા લકી ટી સ્ટોલ
તરફ લીધી. ટી સ્ટોલ ઉપર ચા પીતા એક સામાન્ય ઘટના બની અને એ.સી.પી. અજય શેલતની
આંખોમાં ચમક આવી. બન્યું એવું કે, એક ટાબરીયું ચા પાર્સલ લેવા આવ્યું અને કાઉન્ટર
ઉપર બેઠેલ વ્યક્તિએ એટલું જ પૂછ્યું કે, “કોની ચા છે?” ટાબરીયાએ
કહ્યું, “અહેમદભાઈની.” સામાન્ય કહી શકાય એવી ઘટનામાંથી એ.સી.પી. અજય શેલતને એક ક્લુ મળી
ગયો. ચા પી લીધા પછી એમણે ગાડી ગાંધીનગર લેવાની સૂચના આપી અને ગાંધીનગર સરકારી
ગાડીઓના ઓક્શનની સીસીટીવી ફૂટેજ મેળવવા અંગે પોતાના સબ ઓર્ડિનેટને જાણ કરી. .
-----------------------------
હેમંત ધોકિયા સાથે થયેલી વાત કેતને પોતાની ચેમ્બરના ઈન્ટરકોમ ઉપરથી
ધરમશી પટેલની ચેમ્બરના ઈન્ટરકોમ ઉપર કરી. વાત સાંભળીને ધરમશી પટેલ પણ વિચારમાં પડી
ગયા અને કેતનને પોતાની ચેમ્બરમાં આવવા કહ્યું.
ધરમશીની ચેમ્બરમાં બેઠેલા તમામ ફાલુદાનો આનંદ લઈ રહ્યા હતા. ધરમશી
પટેલના ચહેરાની બદલાયેલી રેખાઓ જોઈને બીરવા અને સંજયના ચહેરાના હાવભાવ પણ સહેજ
બદલાયા પણ તરત જ સંજયે સ્વસ્થતા કેળવીને પૂછ્યું, “શું વાત છે શેઠ કંઈ મુંઝવણ?”
“અરે ના આ તો
અમારા એકાઉન્ટન્ટે ટેક્ષની વાત કરી એટલે સહેજ વિચારે ચઢી ગયો.”
“અરે શેઠ જો આ
ટેક્ષની વાત આપણી વચ્ચેના હાલના સોદા સાથે સંકળાયેલી હોય તો વિના સંકોચે જણાવો.
ધંધો કરવો જ છે તો જોડે કંઈક રસ્તો કાઢીશું.”
સંજય શાહનો આવો હકારાત્મક પ્રત્યાભાવ જોઈ ધરમશી પટેલના ચહેરા ઉપર
રોનક પાછી આવી.
“શેઠ વાત એમ છે
કે, અમારા ચોપડે જે રોકડ અમે બતાવી નથી તે અમે ઠેકાણે પાડવા માંગીએ છીએ અને એક જ
દિવસમાં આટલી મોટી રકમની ખરીદી અને સામે વેચાણનો વ્યવહાર ચોપડે બતાવીએ તો સરકારી
તંત્રની આંખે ચઢી જવાય એટલે એકાઉન્ટન્ટનું કહેવું એમ છે કે, જો આપને વાંધો
ન હોય તો સાઈઠ લાખના ફિનીશ ડાયમંડ આપીએ અને બાકીના ઉપરના રોકડા આપીએ.”
“વાહ શેઠ, તમે તો
મારી મુંઝવણ દૂર કરી દીધી. હું શરમમાં કહી ન હતો શકતો કે મને
રોકડા આપો તો વધુ સારૂ રહેશે. ભગવાનનો આભાર કે આપને આપના એકાઉન્ટન્ટે આ ટેક્ષની
વાત કરી. આ રીતે તો તમારો અને મારો બંનેનો પ્રશ્ન હલ થઈ જશે.”
ધરમશીના ચહેરા ઉપર પ્રસન્નતા
છવાઈ ગઈ અને એ જ સમયે કેતન પટેલે ચેમ્બરમાં પ્રવેશ કર્યો. ધરમશીએ કેતનને કહ્યું કે, “શેઠને કાચા
હિરાની કિંમત જેટલા જ ફીનીશ ડાયમંડ આપો અને બાકીની કેશ આપી દો. શેઠને વાંધો નથી.” કેતન પટેલના
ચહેરા ઉપર પણ પ્રસન્નતા વ્યાપી ગઈ. ફાલુદા પૂરો કરી કેતને સંજય શાહને પોતાની
ચેમ્બરમાં આવવા કહ્યું કારણ, ધરમશીની ચેમ્બરમાં રહેલ છૂપા લોકરમાં ફીનીશ હિરા
રાખવામાં આવતા હતા અને ફિનીશ હિરાનું લોકર, પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈની પણ
હાજરીમાં ખોલવામાં આવતું ન હતું. કેતનની ચેમ્બરમાં સંજય શાહ, બીરવા અને ચેમ્બરની
બહાર એનો બોડીગાર્ડ ઉભો રહ્યો. કેતન પટેલની ચેમ્બર પણ લગભગ લગભગ ધરમશી પટેલની
ચેમ્બર જેવી જ હતી. માત્ર સાઈઝમાં થોડીક નાની હતી. લગભગ પંદરેક મિનીટ પછી, ધરમશી
પટેલ કેતન પટેલની ચેમ્બરમાં દાખલ થયા એના હાથમાં એક રેડ વેલ્વેટનો બટવો હતો. કેતન
પટેલના ટેબલ ઉપરની બ્લ્યુ વેલ્વેટ ટ્રેમાં રેડ વેલ્વેટનો બટવો ખાલી કર્યો. ફિનીશ
ડાયમંડની ચમક ચેમ્બરમાં રેલાઈ ઉઠી. આ સાઈઠ લાખના ફિનીશ હિરા અને આ ચિઠ્ઠી, ***
આંગડિયામાંથી ચાલીસ લાખ પાંત્રીસ હજાર તમને મળી જશે. સંજય શાહે બીરવા સામે હાથ
લંબાવ્યો અને બીરવાએ આઈ ગ્લાસ કાઢીને સંજય શાહને આપ્યો. સંજય શાહે અનુભવી હિરા
પારખુની અદાથી ટ્રે માં રહેલ હિરા પરખવાના શરૂ કર્યા. હિરા પારખીને પાછા રેડ
વેલ્વેટના બટવામાં મૂકીને સંજય શાહે કહ્યું, “આભાર શેઠ, આપની સાથે
વેપાર કરવામાં આનંદ આવ્યો. ચાલો રજા લઉં. ફરી મળીશું.” કહીને સંજય શાહ
ચેરમાંથી ઉભો થયો અને એની સાથે જ બીરવા પણ.
ધરમશી પટેલે સંજય પાસેથી લીધેલ હિરા વર્ક માટે આપ્યા અને કેતનને
કીધું, “આને આવતીકાલના જોબમાં લઈ લો.” સંજય શાહના નીકળ્યાની પંદરેક મિનીટમાં
જ ધરમશી પટેલના મોબાઈલમાંથી આંગળિયા પેઢીમાંથી ફોન આવ્યો. ધરમશી પટેલે નાણાં
ચૂકવણીનું કન્ફર્મેશન આપતા સંજય શાહને બાકીનું પેમેન્ટ મળી ગયું. બીજા દિવસે સવારે
ધરમશી પટેલની પેઢીમાં સંજય શાહ પાસેથી લીધેલ રફ હિરા ફીનીશ જોબમાં આપવામાં આવ્યા
અને થોડી જ વારમાં પ્રોડક્શન મેનેજરે જણાવ્યું કે, “શેઠ રફ હિરાને કટ કરતા હિરામાં ક્રેક
પડે છે. આ હિરાને સાઈઝમાં નાના નાના ફિનીશ ડાયમંડ તરીકે જ ઘાટ આપી શકાય તેમ છે.” સીધો અર્થ એ
કે, આ હિરા વેચતા એની પડતર કિંમત મળી રહે તો પણ ઘણું. ધરમશી પટેલ અને કેતન બંને એક
બીજા સામું જોઈ રહ્યા. આંગળિયા પેઢી દ્વારા ચૂકવેલ રકમનું ચોખ્ખું નુકશાન અને હજુ
બીજુ જે થાય તે. સંજય શાહના બતાવેલ સરનામે કેતન પટેલ અને સ્નેહ જાતે તપાસ કરવા ગયા
તો બંગલો બંધ મળ્યો આસપાસ પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે, આ બંગલો તો ત્રણ દિવસ પહેલા
જ ખાલી કરી નાખવામાં આવ્યો છે. ધરમશી પટેલ સાથે સરસ પ્લાનીંગ પૂર્વકની
છેતરપીંડી થઈ હતી.
No comments:
Post a Comment