ભાગ-14
હડિયોલ ગામમાં બીજા દિવસની સવારે ચા-નાસ્તા બાદ બીરજુએ બધાને ભેગા
થવા કહ્યું, “વંદના તારે એક કામ એ કરવાનું છે કે કુંવર ઓમકારસિંહની પ્રોફાઈલ હેક કરવાની
છે અને પ્રોફાઈલમાં તને જે કામ સોંપ્યું છે તે મુજબની ડીટેઈલ અપડેટ કરવાની છે.
કુંદન તારે કુંવર ઓમકારસિંહના સેક્રેટરીનો રોલ નિભાવવાનો છે. જગા કાકા, તમારે
રાજસ્થાન જવાનું છે. જયપુર ત્યાં કુંવર સાહેબના પેલેસમાં નોકરી મેળવવાની છે કેવી
રીતે મેળવવી તે તમને રઘા જણાવી દેશે. બાપુ, બા અને જેમને આ કામમાં કોઈ રોલ નથી તે
બધા અંહિયા જ રહેશે અને આપણે બધાએ હવે પછીથી સાદા કી-પેડ ફોન જ વાપરવાના છે. આ
રહ્યા દરેકના ફોન અને દરેક ફોનમાં દરેકના નંબર સેવ છે. એ જ નામથી જે નામ તમને આ
ઓપરેશનમાં આપેલ છે. જગા કાકા, તમારા માટે આ ફોન જે ક્રમમાં તમે અમને ઓળખો છો એ
ક્રમમાં અમારા નંબર સેવ કરેલ છે. આવતીકાલે સવારે તમે જયપુર જવા નીકળો છો રઘાની
જોડે અને રઘા તારે તારો વેશ બદલી નાખવાનો છે. માથે રાજસ્થાની પાઘડી ફરજીયાત અને
ચહેરો ઢાંકેલો રાખવાનો. દરેક જણે ક્યારે
નીકળવાનું છે તે દરેકને મળેલ એસાઈનમેન્ટમાં લખેલું જ છે તો આપણે બધા આજ થી દશ દિવસ
પછી જયપુર ભેગા થઈએ છીએ. હું મારું કામ પતાવીને જયપુર આવી જઈશ. હું આજે નીકળું છું
મારા કામ ઉપર.
પણ બેટા તું કહે તો ખરી કે તું ક્યાં જાય છે. મંગાએ એક પિતા સહજ
પોતાની લાગણી વ્યક્ત કરી.
એ હું કોઈને નહિ કહું પણ જયપુર જતા પહેલા તમને મળીને જઈશ. કોઈને કોઈ
સવાલ હોય તો પૂછી શકે છે. કહી બીરજુએ હાજર બધાના ચહેરા વાંચવાના શરૂ કર્યા.
ઓકે તો હું બપોરે જમીને નીકળીશ. કહી બીરજુએ પોતાનું લેપટોપ ઓન કરી
કેટલીક ક્લીક કરી.
એ બપોરે બીરજુના નીકળવાના આઠમા દિવસે હડિયોલ ગામમાં બીરજુ એના ઘરે
પરત ફરી ત્યારે એક ટ્રાવેલ બેગ એની જોડે હતી. એના બાપુ મંગાને મળીને એ બીજા જ
દિવસે જયપુર જવા રવાના થઈ ગઈ.
------------------------------------------------
સુરતની ઘટનાને ચાર મહિના નીકળી ગયા હતા અને કોઈ જ ક્લુ પોલીસને હાથ
લાગ્યો ન હતો. જયપુરની વિજય પેલેસ હોટલમાં હમણાં જ બે મહિના પહેલા નોકરી લાગેલ
જગરૂપ સિંહ ટુંકા સમયમાં હોટલના સ્ટાફનો વિશ્વાસુ બની ગયો હતો. દરવાન તરીકે નોકરી
લાગેલ જગરૂપ સિંહ હોટલના બેલ બોય, રીસેપ્શનીસ્ટ, હાઉસકીપીંગ, શેફ, એડમીન દરેક
વ્યક્તિનો વિશ્વાસુ બની ગયો હતો. વિજય પેલેસ હોટલની માલિકી હતી કુંવર ઓમકારસિંહની. જગરૂપસિંહને
લખતા વાંચતા ખાસ આવડતું ન હતું પણ એના ખિસ્સામાં એ બે-ત્રણ પેન કાયમ રાખતો. હોટલની
મૂર્તિઓની સાફ સફાઈ કરવાનું કામ આમ તો એના ભાગે નહતું પણ એણે એ કામ પોતાના ફ્રી
સમયમાં કરવાનું સામેથી ઉપાડી લીધું હતું. હોટલના જ સર્વન્ટ ક્વાટરમાં એ રહેતો અને
અઠવાડિયે એને મળતી એક રજામાં એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપરના એના નાનકડા ગામમાં
જઈને બીજા દિવસે પરત આવી જતો.
આ ચાર મહિનાના સમયગાળામાં સોશીયલ મીડીયા ઉપર એક વ્યક્તિની એક્ટીવીટી
વધી ગઈ હતી. કુંદનસિંહ ચંપાવત પોતાનો રાજસ્થાનના એક રાજઘરાનાના કુંવરના સેક્રેટરી
તરીકેની ઓળખ એને આપી હતી. અલગ અલગ પ્રાચીન મૂર્તિઓ, રાજાશાહીના ફર્નિચર,
રાજાશાહીના હથિયારો સાથે એની માહિતી એના સોશીયલ મીડીયા પેજ ઉપર નિયમીત આવતી રહેતી.
સોશીયલ મીડીયા પેજ ઉપર કુંદનસિંહનો કોઈ સંપર્ક નંબર ન હતો.
--------------------------------------
બોમ્બે, મુંબઈ, દેશની આર્થિક રાજધાની કહી શકાય તેવું ચોવીસ કલાક
જાગતું શહેર.
મુંબઈ, જ્યાં રોજ કેટકેટલાય લોકો આંખોમાં સપના લઈ પોતાનું ભાગ્ય
અજમાવવા માટે આવતા હશે અને કેટલાય લોકો નિરાશ થઈને પરત પણ જતા હશે. બોમ્બેના
જોગેશ્વરી વિસ્તારના એક જુના મકાનમાં કેટલાક વ્યક્તિઓ મીટીંગ કરી રહ્યા હતા. એમના
સરદાર જેવા લાગતા વ્યક્તિએ બીજાને પૂછ્યું કુંદનસિંહ સાથે તારો સંપર્ક થઈ શકે તેમ
હોય તો કર મારે એ મૂર્તિ જોઈએ છે. કિંમત સાત કરોડ રકમ રોકડમાં પણ મૂર્તિ અસલ જ
હોવી જોઈએ.
ઉસ્તાદ, એ લાઈન ગોઠવેલી છે આપ રકમ તૈયાર રાખો પંદર દિવસ પછી તમને
કુંદનસિંહ જોડે મીટીંગ કરાવી દઉં. એક રોડ છાપ મવાલી જેવા દેખાતા વ્યક્તિએ
આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. મુંબઈ, જેટલું
વ્હાઈટ બિઝનસ માટે જાણીતું એટલું જ બ્લેક બિઝનસ માટે પણ, દાણચોરો અને અંડરવર્લ્ડની
પ્રવૃત્તિઓનું હબ પણ મુંબઈ જ. મુંબઈના જોગેશ્વરીમાં એન્ટીક મૂર્તિઓના વેપારમાં
સંડોવાયેલ નામ એટલે વાડિયા એન્ડ સન્સ અને વાડિયા એન્ડ સન્સ માટે ગેરકાયદેસર કામ કરનાર માફિયા રઉફ, રઉફને એના એક ખબરીએ
માહિતી આપી હતી કે, કુંવર ઓમકારસિંહ કરીને કોઈ રાજસ્થાનના રાજઘરાનાથી છે જે પોતાની
માલિકીની લક્ષ્મી-નારાયણની છ સો થી વધુ વર્ષ જૂની મૂર્તિ ખાનગી રાહે વેચાણ કરવા
માગે છે અને એમના પી.એ. કુંદનસિંહના સોશીયલ મીડીયા પેજમાં આ મૂર્તિનો ફોટોગ્રાફ
અને માહિતી હાલમાં જ અપલોડ થઈ છે. રઉફ દ્વારા આ માહિતી વાડિયા એન્ડ સન્સના માલિક
સૌમિલ વાડિયા સુધી પહોંચી અને સૌમિલ વાડિયાએ આ મૂર્તિ ખરીદ કરવાની ઇચ્છા દર્શાવી
એટલે રઉફે એના ફોલ્ડરીયાને મીટીંગ ફિક્સ કરવા સૂચના આપી.
No comments:
Post a Comment